ધાનપુરના લાડવાવડ ગામે મામાના ઘરે લગ્ન પ્રસંગમાં આવેલ સગીરાને યુવકે પત્નિ તરીકે રાખવા સારૂ અપહરણ કરી લઈ નાસી ગયો
દાહોદ તા. ૧૯
પોતાના મામાના ગામમાં એક લગ્ન પ્રસંગમાં ગયેલ ધાનપુર તાલુકાના લાડવાવડ ગામના સગીર કિશોરે તેના મોબાઇલમાં લગ્ન પ્રસંગમાં આવેલ એક છોકરીના ફોટા પાડતા, છોકરીના સગાવાલાઓએ છોકરીના ફોટા ડીલીટ કરવાનું કહેતા, તેના મામાના ઘર તરફ ભાગતા તે દરમિયાન કોઈ અજાણ્યો ઈસમ તે છોકરાને લલચાવી ફોસલાવી જબરજસ્તીથી અપહરણ કરી લઈ ગયાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
ધાનપુર તાલુકાના લાડવાવડ ગામના નિચ્છવાસ ફળિયામાં રહેતા કમલેશભાઈ ફતિયાભાઈ ડાંગીનો ૧૪ વર્ષ ૮ માસ ની ઉંમરનો દીકરો હાર્દિકભાઈ ડાંગી તેના મામાના ગામમાં રહેતા કલાભાઈ મુળાભાઈ મોહનિયાના ઘરે લગ્ન હોવાથી, તે ત્યાં લગ્નમાં ગયો હતો અને તે સમયે તે વિક્રમભાઈ મગનભાઈ મોહનિયાની છોકરી સેજલબેન ના ફોટા તેના મોબાઇલમાં પાડતો હતો જેથી કમલેશભાઈ ભુપતભાઈ ભુરીયા, સુક્રમભાઈ મગનભાઈ મોહનિયા, સુનિલભાઈ મુકેશભાઈ મોહનિયા તથા બીજા માણસો સેજલબેનનો ફોટો પાડી રહેલા હાર્દિક પાસે ગયા હતા અને તું છોકરી સેજલના ફોટા કેમ પાડતો હતો ? તેમ કહી તેના મોબાઈલ માં ના સેજલ ના ફોટા ડીલીટ કરવાનું કહેતા હાર્દિક બોટાદ ડીલીટ કરવાનું કહીને ત્યાં લગ્નમાંથી તેના મામાના ઘર તરફ ભાગ્યો હતો તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે હાર્દિકને લલચાવી ફોસલાવી જબરજસ્તીથી તેનું અપહરણ કરી લઈ ગયો હતો. આ સંબંધે લાડવાવડ ગામના કમલેશભાઈ ફતીયાભાઈ ડાંગીએ ધાનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ધાનપુર પોલીસે આ મામલે બીએનએસ કલમ ૧૩૭(૧) મુજબ અપહરણનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

