ફતેપુરા તાલુકાના સુખસર કૃષિ શાળા ખાતે સમર યોગ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો : સુખસર કૃષિ શાળા ખાતે 15 દિવસ સુધી સવારે છ થી આઠ કલાક દરમિયાન સાતથી પંદર વર્ષના 100 બાળકોનો સમર કેમ્પ ચલાવવામાં આવશે
ફતેપુરા તા.૨૧
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં ચાલી રહેલ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ ઘટે તેવા શુભ આશય સાથે સમર યોગ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો છે.દાહોદ જિલ્લામાં ત્રણ તાલુકામાં ગરબાડા દાહોદ અને ફતેપુરા ખાતે 15 દિવસ સુધી સવારે છ થી આઠ કલાક દરમિયાન 7થી15 વર્ષના100 બાળકોનો સમર યોગ કેમ્પ ચલાવવામાં આવશે .
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિશપાલજીના નેતૃત્વમાં તેમજ ઝોન કો-ઓર્ડીનેટર પિન્કીબેન તથા જિલ્લા યોગ કો.ઑ પારગીના માર્ગદર્શન હેઠળ સમર યોગ કેમ્પ શિબિરનું આયોજન કરેલ છે. યોગ કેમ્પમાં બાળકો નાનપણથી જ ફેશન અને વ્યસનથી દૂર રહે,શિક્ષિત અને સંસ્કારી બને,બાળકોનો શારીરિક-માનસિક અને ભૌતિક વિકાસ થાય છે.બાળકોમાં સહનશક્તિ વધે,વડીલોનો આદર સન્માન કરતા થાય,ગુસ્સાથી દૂર રહે, યાદ શક્તિમાં વધારો થાય તેમજ યોગ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે.સાથે-સાથે સમર યોગ કેમ્પમાં બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય અને નૈતિકતાના ગુણો ખીલે તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સર્ટિફાઇડ યોગ કોચ અને ટ્રેનર 15 દિવસ સુધી શિબિરમાં જોડાયેલ બાળકોને શિક્ષણ આપશે.બાળક આવતીકાલનું ભવિષ્ય છે.સ્વસ્થ તંદુરસ્ત અને નિરોગી સમાજ તથા દેશ બનાવવાનો ગુજરાત યોગ બોર્ડનું લક્ષ છે.ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનનો નિયમિત યોગ કરવાનો સંદેશ ઘરે ઘરે પહોંચાડવાનો બધા સ્વાસ્થ્ય અને નિરોગી રહે તે માટે આ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.ફતેપુરા તાલુકાના કેન્દ્ર નંબર 89 સુખસર કૃષિ શાળામાં આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં બાળકો જોડાયા છે. અને આ બાળકોને યોગકોચ શંકરભાઈ કટારા દ્વારા બાળકોને યોગ વિશે માર્ગદર્શન અને ટ્રેનીંગ આપવામાં આવશે.શિબિરમાં નિયમિત હાજરી આપનાર બાળકોને સર્ટિફિકેટ,યોગ માર્ગદર્શિકા બુક,ચિત્ર પોથી તથા પૌષ્ટિક અલ્પાહાર પણ આપવામાં આવશે તેમ જાણવા મળે છે.


I’ve been browsing this site for a while now—always impressed with the content quality.
Cool partnership https://shorturl.fm/XIZGD
Cool partnership https://shorturl.fm/a0B2m
Very good partnership https://shorturl.fm/68Y8V
https://shorturl.fm/N6nl1