મહેમદાવાદમાં કોડેઈન યુક્ત કફ સિરપનો જથ્થો ઝડપાયો, બે ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી
નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લાના મહેમદ્દાબાદ શહેરમાં જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે ઈકબાલ સ્ટ્રીટ નજીક એક મકાન પર દરોડો પાડી કોડેઈન યુક્ત ૭૬ બોટલ કફ સિરપનો ગેરકાયદે જથ્થો કબ્જે કર્યો છે, જેની અંદાજિત કિંમત રૂ. ૧૩ હજાર ૨૯૩ છે.
પોલીસે ઘટનાસ્થળેથી સકીલમિયા ઝાકીરમિયા મલેક નામના ઇસમને ઝડપી પાડયો છે. આ નશીલા કફ સિરપનો જથ્થો તેણે મહેમદ્દાબાદના ધ્રુવ ફળિયામાં રહેતા જીમીત મનુ સોની પાસેથી ખરીદ્યો હતો.
મહત્વની વાત એ છે કે કોડેઈન નાર્કોટિક્સ પદાર્થમાં સમાવેશ પામતું હોવાથી FSL અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓની હાજરીમાં કફ સિરપની તપાસ કરાઈ હતી. પોલીસે કુલ રૂ. ૨૨ હજાર ૪૩ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


https://shorturl.fm/6539m
https://shorturl.fm/j3kEj