માતરના સાંધાણા ગામમાં હાઈવોલ્ટેજથી વિજ ઉપકરણોને ભારે નુકસાન
નરેશ ગનવાણી નડિયાદ
માતર તાલુકાના સાંધાણા ગામમાં નવા ટ્રાન્સફોર્મર બાદ હાઈવોલ્ટેજના કારણે વીજ ઉપકરણો બળી જતાં ગામમાં ભારે તારાજી સર્જાઈ છે. મહાદેવ ફળિયા, મોટી ખડકી, દરબાર વાસ, સાઈઠ ઘરા અને મુખીની ખડકી સહિતના વિસ્તારોમાં ૨૦૦થી વધુ ઘરોના પંખા, ટીવી, એસી, ફ્રિજ જેવા ઉપકરણોને ભારે નુકસાન થયું છે.
પાછલાં પાંચ દિવસથી વીજ પુરવઠામાં અવરોધ આવી રહ્યો હતો. આ સમસ્યાને ધ્યાનમાં લઈને વીજ વિભાગે શુક્રવારે સાંજે નવું ડીપી મુક્યું હતું. પરંતુ તેને એક કલાક પણ ન થયો ત્યાંજ હાઈવોલ્ટેજના કારણે વીજ સાધનો બળી ગયા હતા. નવકાર ફીડર પરથી વીજ પુરવઠો આપતો આ ટ્રાન્સફોર્મર લગભગ ૩૦૦થી વધુ કનેક્શનો જોડે છે.
સ્થાનિક રહેવાસી કેતનભાઈએ જણાવ્યું હતું કે, ખેડા ડિવિઝન ખાતે વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. હાલ ગામમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થયો નથી, જેના કારણે નુકસાનનો આંકડો હજુ વધી શકે છે.
વિજ વિભાગ પાસે વળતરની માંગણી ઊભી કરવામાં આવી છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વળતર નહીં મળે તો તેઓ વીજ બિલ ભરવાનું બંધ કરશે.


https://shorturl.fm/FIJkD
https://shorturl.fm/j3kEj
https://shorturl.fm/m8ueY
https://shorturl.fm/6539m
https://shorturl.fm/TbTre
https://shorturl.fm/j3kEj