નડિયાદમાં ૧.૩૪ લાખના વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો
નરેશ ગનવાણી નડિયાદ

નડીયાદ ટાઉન પોલીસએ બાતમીના આધારે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૪૦૫ બોટલો, કિ.રૂ. ૧ લાખ ૩૪ હજાર ૪૨૫ તેમજ કિ.રૂ. ૨ લાખ ની હોન્ડા જાઝ કાર મળી કુલ રૂ. ૩ લાખ ૩૪ હજાર ૪૨૫ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડયો છે.
સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગ દરમિયાન હતા ત્યારે એ.એસ.આઈ. સુભાષચંદ્ર મોહનલાલને મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આદરોડાની કાર્યવાહી દરમ્યાન હોન્ડા જાઝ કારમાંથી દારૂ ઉતારતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. કમલેશભાઈ રાવજીભાઈ કાગસીંગા, રહે. માઇમંદિર પાસે, તલાટી બાગ, નડીયાદ, નામના આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ, આ કેસમાં બીજો એક શખ્સ ફરાર છે જેને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિ કરી છે.


https://shorturl.fm/68Y8V
https://shorturl.fm/XIZGD
https://shorturl.fm/m8ueY
https://shorturl.fm/j3kEj