વડતાલધામ સ્વામિનારાયણ મંદિરમાં ૫૦૦ કિલો કેસરકેરીનો ભવ્ય આમ્રઉત્સવ ઉજવાયો
નરેશ ગનવાણી નડિયાદ

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલધામ સ્થિત ભવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે તા. ૨૩, શુક્રવારના રોજ અપરા એકાદશીના પાવન અવસરે ૫૦૦ કિલો કેસર કેરીઓથી આમ્રઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હજારો હરિભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
આમ્રઉત્સવનો આયોજક ભરૂચના હરિભક્ત ઉર્જિતકુમાર ભૂપેન્દ્રભાઇ પટેલ હતા, જેમણે મંદિરના મુખ્ય કોઠારી પૂ. દેવપ્રકાશસ્વામીજીની પ્રેરણાથી આ વિશેષ સેવા અર્પણ કરી હતી. મંદિરના ચેરમેન પૂ. ડો. સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે મંદિરમાં બિરાજમાન દેવોને ઋતુ પ્રમાણે વિવિધ ફળો ધરાવવાની પરંપરા છે. આ ઉજવણી સવારે ૧૦ વાગ્યાથી શરૂ થઈ સાંજના ૬:૩૦ વાગ્યા સુધી ભક્તો માટે ખુલ્લી રાખવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન પૂ. શ્યામવલ્લભસ્વામીએ કર્યું હતું.


https://shorturl.fm/9fnIC
https://shorturl.fm/j3kEj
https://shorturl.fm/XIZGD
https://shorturl.fm/a0B2m