વિકાસની હરણફાળ : પ્રધાનમંત્રીના હસ્તે દાહોદમાં ૨૪,૮૬૫ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
દાહોદ તા.૨૩
દાહોદ: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી ૨૬મી મેના રોજ દાહોદની મુલાકાતે આવશે, જ્યાં તેઓ ૨૪,૮૬૫ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ વિકાસ કાર્યો દાહોદ અને આસપાસના વિસ્તારોમાં વિકાસની નવી દિશા આપશે.
આ મહત્વપૂર્ણ યોજનાઓમાં જલ સંપત્તિ વિભાગ દ્વારા મહીસાગર જિલ્લામાં પાણીની સુવિધાને વધુ સુદૃઢ કરવા માટે ખરોલી ઓગમેન્ટેશન RWSS (૭૦ કરોડ), નામનાર ઓગમેન્ટેશન RWSS (૪૯ કરોડ), ગોઠીબ RWSS (૨૯ કરોડ) અને ચારંગામ ઓગમેન્ટેશન RWSS (૩૩ કરોડ) જેવી ચાર મહત્વની યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવશે.
રેલ્વે વિભાગ દ્વારા પ્રદેશના પરિવહન માળખાને મજબૂત કરવા માટે અનેકવિધ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે. જેમાં આણંદ-ગોધરા સેક્શનનું ડબલિંગ (૬૯૩ કરોડ), સાબરમતી-બોટાદ સેક્શનનું ઇલેક્ટ્રિફિકેશન (૩૩૩ કરોડ), મહેસાણા-પાલનપુર સેક્શનનું ડબલિંગ (૫૩૭ કરોડ), અત્યાધુનિક દાહોદ ખાતે લોકો મેન્યુફેક્ચરિંગ શોપ (૨૧,૪૦૫ કરોડ), સમગ્ર ગુજરાત રાજ્યમાં ૧૦૦% રેલ નેટવર્કનું ઇલેક્ટ્રિફિકેશન, રાજકોટ-હાડમતીયા રેલ લાઇનનું ડબલિંગ (૩૭૭ કરોડ) અને કલોલ-કડી-કટોસન રોડ રેલ લાઇનનું ગેજ કન્વર્ઝન (૩૪૭ કરોડ) જેવા મોટા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
શહેરી વિકાસને વેગ આપવા માટે દાહોદમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ (૨૩૩ કરોડ) અને મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં WSS અને UGD યોજનાઓ (૨૬ કરોડ) શરૂ કરવામાં આવશે, જે શહેરીજનોના જીવનધોરણમાં નોંધપાત્ર સુધારો લાવશે.
આ ઉપરાંત, પ્રદેશમાં અન્ય માળખાકીય સુવિધાઓને વિકસાવવા માટે દાહોદમાં પોલીસ હાઉસિંગ (૫૩ કરોડ), છોટા ઉદેપુરમાં નવા બ્રિજનું બાંધકામ (૨૬ કરોડ), વડોદરામાં સાવલી ટિંબા રોડનું ચાર લેનમાં વિસ્તૃતીકરણ (૩૮૯ કરોડ), પોર કાયાવરોહણ સાધલી રોડનું પહોળીકરણ (૮૪ કરોડ), જરોડ સમાલિયા સાવલી રોડનું પહોળીકરણ (૮૦ કરોડ) અને પદમલા રાણોલી રોડ પર નવા બ્રિજનું બાંધકામ (૨૮ કરોડ) જેવા પ્રોજેક્ટ્સનો પણ શુભારંભ થશે.
આ તમામ વિકાસ કાર્યો દાહોદ અને આસપાસના વિસ્તારોમાં રોજગારીની નવી તકોનું સર્જન કરશે અને પ્રદેશની આર્થિક સમૃદ્ધિમાં વધારો કરશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થનારા આ લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ પ્રદેશના વિકાસ માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.


https://shorturl.fm/5JO3e
https://shorturl.fm/oYjg5
https://shorturl.fm/a0B2m