દેવગઢ બારીઆના આંકલી ગામે હીટ એન્ડ રનનો બનાવ : ડમ્ફરના ચાલકે મોટરસાઈકલ પર સવાર એક પરિવારના ત્રણ સદસ્યોને અડફેટમાં લેતાં સાળી-બનેવીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજ્યું
દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના આંકલી ગામેથી એક મોટરસાઈકલ પર સવાર થઈ પસાર થઈ રહેલા એક પરિવારના ત્રણ સદસ્યોને એક ડમ્ફરના ચાલકે અડફેટમાં લેતાં મોટરસાઈકલ પર સવાર સાળી અને બનેવીનું ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યું હતું જ્યારે એકને શરીરે ઈજાઓ પહોંચતાં નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.
દેવગઢ બારીઆના જુના બારીઆ ગામે રહેતાં ૩૦ વર્ષિય નંદાનાથ કાલુનાથ જાેગી, ૧૮ વર્ષિય પાર્વતીબેન ૧૮ વર્ષિય પાર્વતીબેન કાનાનાથ કિશન જાેગી અને ૨૩ વર્ષિય આરતીબેન નંદાનાથ જાેગી આ ત્રણેય જણા ગત તા.૨૬મી મેના રોજ તગારા વેચવા માટે એક મોટરસાઈકલ પર સવાર થઈ ગયાં હતાં. તગારા વેચી અનાજ સાથે લઈને દેવગઢ બારીઆ તરફ આવી રહ્યા હતાં તે સમયે એક ડમ્ફરના ચાલકે પોતાના કબજાનું ડમ્ફર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી નંદાનાથની મોટરસાઈકલને જાેશભેર ટક્કર મારતાં મોટરસાઈકલ પર સવાર ઉપરોક્ત ત્રણેય મોટરસાઈકલ પરથી ફંગોળાયા હતાં જેને પગલે નંદાનાથ અને પાર્વતીબેનને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં આ બંન્નેના ઘટના સ્થળ પર કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતાં. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ કાફલો ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા સાથે ઘટના સ્થળે પહોંચી ગયાં હતો. જ્યારે આ માર્ગ અકસ્માત સર્જનાર ડમ્ફરનો ચાલક પોતાના કબજાનું વાહન લઈ ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત આરતીબેનને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. આ ઘટનાને લઈ મૃતકના પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી.
આ સંબંધે રેશમબાઈ કાનાનાથ જાેગીએ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


https://shorturl.fm/YvSxU
https://shorturl.fm/FIJkD