દાહોદમાં વધતાં ઓનલાઈન ફ્રોડના બનાવો : યુવાનો ફ્રોડના શિકારમાં મોખરે : સોશીયલ મીડીયાના ટેલીગ્રામમાં વિદેશી કરન્સીમાં રોકારણ કરવાની લાલચ આપતાં દાહોદના યુવકે ૨૧.૯૪,૦૦૦ ગુમાવ્યાં
દાહોદ તા.૨૯
દાહોદ શહેર વધુ એક યુવક ઓનલાઈન ફ્રોડનો શિકાર બનતાં તેણે પોતાના ૨૧,૯૪,૦૦૦ ગુમાવ્યાં છે. આ બનાવમાં યુવકને ૫ જેટલા અજાણ્યા ઈસમોએ સોશીયલ મીડીયાના ટેલીગ્રામ ઉપર દાહોદના યુવકનો સંપર્ક કરી વિદેશી કરન્સીમાં રોકાણ કરી વધુ પ્રોફીટ કમાવવાની લાલચ આપી છેતરપીંડી કરી છે.
દાહોદ જિલ્લામાં દિન પ્રતિદિન ઓનલાઈન ફ્રોડના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. અને ખાસ કરીને આ ઓનલાઈન ફ્રોડનો શિકાર આજના યુવા વર્ગ બની રહ્યાં છે. શોર્ટ કટ રસ્તો અપનાવી ટુંકા સમયમાં માલામાલ થવાના સપનાઓ સાથે આજના યુવાનો પોતાની ભેગી કરેલ મુડી ગુમાવી રહ્યાં છે અને તેનો લાભ સાયબર ફ્રોડ કરતાં લોકો ઉઠાવી રહ્યાં છે. દાહોદમાં આવોજ એક વધુ કિસ્સો સામે આવ્યો છે જેમાં દાહોદ શહેરના ચાર થાંભલા નજીક આવેલ જલ વિહાર સોસાયટીમાં રહેતાં ૩૩ વર્ષિય વેપારી ચેતન રમેશચંદ્ર પોરવાલને તારીખ ૨૫.૦૧.૨૦૨૫થી તારીખ ૦૧.૦૩.૨૦૨૫ના સમયગાળા દરમ્યાન સોશીયલ મીડીયાના ટેલીગ્રામ મારફતે ૫ અજાણ્યા ઈસમોએ સંપર્ક કર્યાે હતો અને ચેતનભાઈ સાથે વાતચીત કરી વિદેશી કરન્સી ફોરેક્સ ટ્રેડીંગમાં રોકાણ પર વધુ પ્રોફીટ આપવાની લાલચ આપી હતી અને ચેતનભાઈને એક એપ્લીકેશન પણ ડાઉનલ લોડ કરાવી હતી. જે બાદ ચેતનભાઈ પાસે અલગ અલગ સમયગાવા દરમ્યાન ફ્રોડ ઈસમોએ પોતાના બેન્ક ખાતાઓમાં કુલ રૂા.૨૧,૯૪,૦૦૦ ચેતનભાઈ પાસે ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યાં હતાં. આ બાદ અવાર નવાર ચેતનભાઈ દ્વારા પોતાની મુળ રકમ તેમજ પ્રોફીટના નાણાંની માંગણી પણ કરતાં હતાં પરંતુ અજાણ્યા ફ્રોડ ઈસમો દ્વારા કોઈ પ્રકારનો પ્રતિઉત્તર ન આપતાં અને બહાના કરતાં ચેતનભાઈને પોતે ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યાં હોવાના અહેસાસ સાથે ચેતનભાઈ રમેશચંદ્ર પોરવાલે આ સંબંધે ગત તા.૨૬મી મેના રોજ સાયબર ક્રાઈન પોલીસ દાહોદ ખાતે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


https://shorturl.fm/bODKa