દાહોદના રામપુરા ગામેથી પસાર થતાં નેશનલ હાવેલ પર મીની લક્ઝરી બસને માર્ગ અકસ્માત નડતાં ૧૨ મુસાફરોને ઈજાઓ પહોંચી



દાહોદ તા.૨૮
દાહોદ તાલુકાના રામપુરા ગામેથી પસાર થતાં દાહોદ-ઈન્દૌર નેશનલ હાઈવે પર ટ્રક અને એક મીની લક્ઝરી બસ વચ્ચે માર્ગ અકસ્માત સર્જાતા ૧૨ લોકોને શરીરે ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાને પગલે સ્થળ પર પહોંચેલ પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યાે છે.
દાહોદના રામપુરા ગામેથી પસાર થતાં દાહોદ-ઈન્દૌર નેશનલ હાઈવે પર આજરોજ એક ટ્રક અને પેસેન્જર ભરેલ મીની લક્ઝરી બસ વચ્ચે માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ અકસ્માતમાં ૧૨ જેટલા લોકોને શરીરે ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતા ત્યારે આ ઘટનાની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ કાફલો ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા મારફતે ઘટના સ્થળે દોડી ગઈ હતી જ્યાં ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. આ માર્ગ અકસ્માતને પગલે નેશનલ હાઈવેનો વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. પોલીસ તંત્ર દ્વારા થોડા સમય માટે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પણ પડી ત્યારે ટુંકાગાળામાં પરિસ્થિતીને સંભાળી વાહન વ્યવહાર પુન: શરૂ પણ કરી દેવામાં આવ્યો હતો. જાણવા મળ્યાં અનુસાર, મીની લક્ઝરી બસમાં સવાર મુસાફરો ખંભાતથી ઓમકારેશ્વર, અયોધ્યા જતાં હતાં. વધુમાં જાણવા મળ્યાં અનુસાર, મીની લક્ઝરી બસે આગળ જતી ટ્રકને ઓવરટેક કરવા જતાં ટ્રકની પાછળ મીની લક્ઝરી બસ અથડાઈ હોવાનું સ્થાનીકોમાં ચર્ચાઓ છે ત્યારે આ માર્ગ અકસ્માત ખરેખર કેવી રીતે સર્જાયો તે માટે સ્થાનીક પોલીસે તપાસ હાથ ધરી છે.


https://shorturl.fm/XIZGD
https://shorturl.fm/68Y8V
https://shorturl.fm/N6nl1