દાહોદના જેકોટ હાઈવે પર મીની લક્ઝરી બસને સર્જાયેલ માર્ગ અકસ્માતની ઘટનામાં એક મુસાફરનું સારવાર દરમ્યાન મોત
દાહોદ તા.૩૦
દાહોદ તાલુકાના જેકોટ ગામેથી પસાર થતાં ઈન્દૌર અમદાવાદ નેશનલ હાઈવે પર બે દિવસ સર્જાયેલ માર્ગ અકસ્માતમાં મીની લક્ઝરી બસના ચાલકે આગળ જતી એક ટ્રકના પાછળ ધડાકાભેર અથડાવતાં મીની લક્ઝરી બસમાં સવાર મુસાફરોને શરીરે ઈજાઓ પહોંચી હતી. આ બનાવમાં એક ગંભીર ઈજાગ્રસ્ત મુસાફરનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે. ગત તા.૨૮મી મેના રોજ દાહોદના જેકોટ ગામેથી પસાર થતાં ઈન્દૌર અમદાવાદ નેશનલ હાઈવે પરથી પસાર થતી મુસાફર ભરેલ એક મીની લક્ઝરી બસના ચાલકે પોતાના કબજાની મીની લક્ઝરી બસને પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે આગળ જતી ટ્રકને ઓવરટેક મારતાં જતાં મીની લક્ઝરી બસના ચાલકે પોતાના કબજાની મીની લક્ઝરી બસ પરથી કાબુ ગુમાવી દેતાં આગળ જતી ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર મીની લક્ઝરી બસ અથડાવતાં મીની લક્ઝરી બસમાં સવાર મુસાફરોને શરીરે ઈજાઓ પહોંચી હતી. આ માર્ગ અકસ્માતને અંજામ આપી મીની લક્ઝરી બસનો ચાલક પોતાના કબજાની ગાડી સ્થળ પર મુકી નાસી ગયો ગયો હતો જ્યારે ઘટનાને પગલે સ્થળ પર પહોંચેલ પોલીસે ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા મારફતે ઈજાગ્રસ્ત મુસાફરોને નજીકના દવાખાને પ્રાથમીક સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. આ મુસાફરો પૈકી રણછોડભાઈ નામક મુસાફરની હાલત ગંભીર જણાતાં તેઓને તાત્કાલિક વડોદરાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન રણછોડભાઈનું મોત નીપજ્યું હતું.
આ સંબંધે ચિરાગભાઈ ચિમનભાઈ રાવળે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

