લીમખેડાના નાની બાંડીબાર ગામે ૩૮ વર્ષિય યુવકે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી
દાહોદ તા.૩૦
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના નાની બાંડીબાર ગામે એક ૩૮ વર્ષિય યુવકે અગમ્યકારણોસર પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
લીમખેડાના સડક ફળિયામાં નાની બાંડીબાર ગામે સડક ફળિયામાં રહેતાં ૩૮ વર્ષિય વિઠ્ઠલભાઈ લાલાભાઈ વણકરે ગત તા.૨૯મી મેના રોજ પોતાના ઘરમાં સરા સાથે સાડી બાંધી અગમ્યકારણોસર ગળાફાંસો ખાઈ આથ્મહત્યા કરી લેતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતક વિઠ્ઠલભાઈના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં.
આ સંબંધે સુરેશભાઈ પુંજાભાઈ વણકરે લીમખેડા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

