ઝાલોદના ખાખરીયા ગામે ચાર ઈસમોએ એકની વડિલો પાર્જીત જમીન પચાવી પાડતાં પોલીસમાં ફરિયાદ
દાહોદ તા.૩૦
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખાખરીયા ગામે ચાર ઈસમોએ એક વ્યક્તિની વડીલો પાર્જીત જમીનમાં ગેરકાયદેસર કબજાે કરી ઝઘડો તકરાર કરી જમીન પચાવી પાડતાં આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાંવવા પામી છે.
ઝાલોદના ખાખરીયા ગામે આંગણવાડી-૨ ફળિયામાં રહેતાં સુરપાળભાઈ સામજીભાઈ પરમારની પોતાના ગામમાં પોતાની વડીલો પાર્જીત જમીન જેનો ખાતા નંબર-૧૩ રે.સં.નં.૨૫વાળી જમીન જેનું કુલ ક્ષેત્રફળ ૦૦-૪૦-૦૦ હેક્ટર આરે ચોમીવાળી જમીન પૈકીની ક્ષેત્રફળ ૦૦-૧૫-૫૮ હેક્ટર આરે ચોમી જમીનમાં ગામમાં રહેતાં કલસીંગભાઈ લાલાભાઈ પરમા, દલસીંગભાઈ લાલાભાઈ પરમારસ લાલાભાઈ થાવરાભાઈ પરમાર અને વાલીયાભાઈ રામજીભાઈ પરમારનાઓએ ગેર કાયદેસર કબજાે કરી ખેતી વિષયક દબાણ કરી સુરપાળભાઈ પરમાર તથા તેમના પરિવારજનો ખેતી કરવા જાય ત્યારે તેમની સાથે ઝઘડો તકરાર કરી ધાકધમકીઓ આપી જમીનમાં ખેતી નહીં કરવા દઈ જમીન પચાવી પાડતાં આ સંબંધે સુરપાળભાઈ સામજીભાઈ પરમારે ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

