ખુનના ગુન્હામાં નાસતો ફરતો આરોપીને ગરબાડાના પોલીસે ઝડપી પાડ્યો
દાહોદ તા.૩૦
દાહોદ જિલ્લાના ગરબાડા બજારમાંથી પોલીસે ખુનના ગુન્હામાં છેલ્લા સાત મહિનાથી નાસતો ફરતો આરોપીને પોલીસે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે ગરબાડા પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ પોલીસે ગરબાડાના બજારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે ત્યાં ગરબાડા પોલીસ મથકે નોંધાંયેલ ખુનના ગુન્હામાં સંડોવાયેલ આરોપી નંદુ મંડોડને ગરબાડાના બજારમાંથી પોલીસે ઝડપી પાડ્યો હતો. આ નંદુ મંડોડ છેલ્લા સાત વર્ષથી નાસતો ફરતો હતો અને આ આરોપી ગરબાડા બજારમાં આવતાંની સાથે પોલીસે તેને ઝડપી પાડી ગરબાડા પોલીસે આ સંબંધે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

