દાહોદના કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતો ફરતો આરોપીને ઝડપી પાડતી દાહોદ એસઓજી પોલીસ
દાહોદ તા.૩૦
દાહોદ તાલુકાના કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપીને દાહોદ એસઓજી પોલીસે કતવારાના બજારમાંથી ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે ગતરોજ દાહોદ એસઓજી પોલીસને મળેલ બાતમી આધારે દાહોદના કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો પ્રોહીબીશનના ગુન્હાનો આરોપી અનિલભાઈ ઉદાભાઈ પરમાર (રહે.કાંકરાદરા, કાચલા ફળિયું, તા.રાણાપુર, જિ,ઝાબુઓ, મધ્યપ્રદેશ)નો દાહોદના કતવારા બજારમાં આવ્યો હોવાની પોલીસને બાતમી મળતાંની સાથે પોલીસે કતવારા બજારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે ઉપરોક્ત આરોપી નજરે પડતાંની સાથે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.
આ સંબંધે દાહોદ એસઓજી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

