સંજેલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો : દાહોદ ઝાયડસ હોસ્પિટલમાંથી આવેલા આરોગ્ય કર્મચારીઓ દ્વારા રક્તદાતાઓના બ્લડ ગ્રુપ વજન સહિત ની તપાસ કરી અને રક્તદાતાઓને રક્તદાન કરાવ્યું
સંજેલી તા.૩૦
સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઝાયડસ હોસ્પિટલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો ચાલો કર્યે રક્તદાન મળશે કોઈ ને જીવનદાન દેશ ની વર્તમાન પરિસ્થિતિ ને ધ્યાન મા રાખી ડો.ઉદય તિલાવત, ડૉ બી કે શીંગ ના માર્ગદર્શન હેઠળ ઝાયડ્સ હોસ્પિટલ દાહોદ ના સહોયોગ થી સંજેલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો . કેમ્પ માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ના જીગ્નેશભાઈ પ્રજાપતિ સહિત ના સ્ટાફ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરોરી ,સંજેલી વિસ્તાર ના જન સમુદાયમાંથી રક્તદાતા એ રક્તદાન કરવા માં ભાગ લીધો હતો તમામ રક્તદાતા ઓ એ રક્તદાન કરી રાષ્ટ્રભક્તિ નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું દિવસ દરમિયાન ચાલેલી રક્તદાન ની કામગીરિ માં 18 યુનિટ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું.


https://shorturl.fm/TDuGJ
https://shorturl.fm/DA3HU
https://shorturl.fm/0oNbA