કચ્છ જિલ્લામાં ભચાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેતરપીંડીના ગુન્હામાં નાસતો ફરતો આરોપીને ઝડપી પાડતી દાહોદ એસઓજી પોલીસ
દાહોદ તા.૩૦
કચ્છ જિલ્લામાં ભચાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેતરપીંડીના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપીને દાહોદ એસઓજી પોલીસે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે ગતરોજ દાહોદ એસઓજી પોલીસને મળેલ બાતમી આધારે કચ્છ જિલ્લાના ભચાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેતરપીંડીના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી રંગીતભાઈ ભુરાભાઈ નાયકા (રહે.મેથાણ, તાવિયાડ ફળિયું, તા.સીંગવડ, જિ.દાહોદ) ને તેના આશ્રય સ્થાનેથી દાહોદ એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો.
આ સંબંધે દાહોદ એસઓજી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


https://shorturl.fm/YZRz9
https://shorturl.fm/TDuGJ