ધાનપુરના હરખપુર ગામે બે મોટરસાઈકલો સામસામે ધડાકાભેર અથડાતાં એકનું મોત : બેને ઈજા

દાહોદ તા.૩૧

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના હરખપુર ગામે બે મોટરસાઈકલો સામ સામે ધડાકાભેર અથડાતા એકનું મોત નીપજ્યાંનું જ્યારે બેને શરીરે ઈજાઓ પહોંચતાં નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

ગત તા.૩૦મી મેના રોજ ધાનપુરના હરખપુર ગામે ડામોર ફળિયા પાસે ધાનપુર વાસીયાડુગરી મેન રોડ પર એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતો હતો તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલા ૧૯ વર્ષિય કિરણભાઈ સુકીયાભાઈ સંગોડીયા (રહે.ખજુરી, રોડ ફળિયું, તા.ધાનપુર, જિ.દાહોદ)ની મોટરસાઈકલને જાેશભેર ટક્કર મારતાં કિરણભાઈ અને તેમની પાછળ બેઠેલ સંદેશભાઈ સનીયાભાઈ મીનામાં (રહે.ખજુરી, રોડ ફળિયું, તા.ધાનપુર, જિ.દાહોદ) બંન્ને મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં અને સામે વાળી માર્ગ અકસ્માત સર્જનાર મોટરસાઈકલનો ચાલક પણ પોતાના કબજાની મોટરસાઈકલ પરથી ફંગોળાતાં ત્રણેયને શરીરે ઈજાઓ પહોંચી હતી. ત્રણેયને તાત્કાલિક નજીકના દવાખાને લઈ જવામાં આવતાં જ્યાં કિરણભાઈનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

આ સંબંધે સુકીયાભાઈ ભાવાભાઈ સંગોડીયાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

2 thoughts on “ધાનપુરના હરખપુર ગામે બે મોટરસાઈકલો સામસામે ધડાકાભેર અથડાતાં એકનું મોત : બેને ઈજા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!