સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ દેવગઢ બારીયા ની નર્સિંગ સ્કુલ ખાતે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી

દાહોદ તા.૩૧

આજરોજ માન.મુખ્ય જીલા આરોગ્ય અધિકારીશ્રી, ર્ડો. ઉદયકુમાર ટીલાવત, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડો ગીરીવરસિંહ બારીયા, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ર્ડો કલ્પેશ બારીયા, sdh અધિક્ષકશ્રી ર્ડો આર. આઈ.મેમણ તાલુકા દેવગઢ બારીયા ખાતે Sdh દેવગઢ બારીયા ની નર્સિંગ સ્કૂલ માં RKSK પ્રોગ્રામ અંતર્ગત “”માસિક સ્વચ્છતા દિવસ “”ની ઉજવણી ના ભાગ રૂપે કિશોરીઓ ને માસિક વિશે સમાજ આપવામાં આવી. આજ રોજ દેવગઢ બારિયા માં નગરપાલિકા ના મહિલા સભ્યો પણ હાજર રહ્યા હતા.
“”PERIODS friendly world”” થીમ અંતર્ગત માસિક દરમિયાન ની સ્વચ્છતા અંગે ર્ડો મેમણ સર, ર્ડો દર્શનાબેન, ર્ડો ખુશીબેન, ICDS માંથી એમીબેન જોશેફ(CDPO), જેઓના દ્વારા કિશોરીઓ અને મહિલા ઓ ને માસિક કેવી રીતે આવે છૅ?, માસિક દરમિયાન ની સ્વચ્છતા, માસિક દરમિયાન ઉપયોગ માં લેવાતા શોસકો, માસિક દરમિયાન ની તકલીફ , માસિક ને લગતી અંધશ્રદ્ધા, સેનેટરી પેડ્સ નો નિકાલ અને વ્યવસ્થાપન ની સમજ આપી. અંતે કિશોરો સાથે પ્રશ્નોત્તરી સેશન કરી વૈજ્ઞાનિક માહિતી આપવામાં આવી. અને આજ રોજ ર્ડો હાર્દિક વ્યાસ દ્વારા અનેમીયા માટે આયર્ન ટેબ નું મહત્વ સમજવામાં આવ્યું. ICDS માંથી એમીબેન જોશેફ (CDPOshri) દ્વારા પોષણ નું મહત્વ અને પૂર્ણા શક્તિ પેકેટ વિશે સમજ આપવામાં આવી હતી.
Rksk કાઉન્સિલર કલ્પેશભાઈ ચૌહાણ દ્વારા M-AFHC ની સેવાઓ અને counselling વિશે માહિતી આપવામાં આવી હતી.

3 thoughts on “સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ દેવગઢ બારીયા ની નર્સિંગ સ્કુલ ખાતે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!