પાણી ઢોળવાની બાબતે પાડોશી વચ્ચે ઝઘડો: વૃદ્ધની લોખંડની પાઇપથી માર મારતાં મૃત્યુ
નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લાના ચાંદણા ગામમાં પાણી બાબતે સર્જાયેલા વિવાદમાં જેમાં એક વૃદ્ધની લોખંડની પાઇપ વડે માથામાં ઘા મારતાં હત્યા કરી દેવાઈ હતી. આ અંગે ખેડા પોલીસ મથકે હત્યાની ફરિયાદ નોંધવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ચાંદણા ગામના પટેલ ખડકી વિસ્તારમાં રહેતા રીતેષ ઉર્ફે બિરેન વિનોદભાઇ પટેલ પોતાના પરિવાર સાથે ખેતી કરે છે. તેની સાથે તેના કાકા સુનીલભાઇ પટેલ પણ રહે છે. શુક્રવારના રોજ સવારે જ્યારે રીતેષ દવા લઇને ઘેર પરત ફર્યા ત્યારે પાડોશમાં રહેતી મુકેશભાઇ પટેલની પત્ની હેતલબેનને પાણી ઢોળવા બાબતે ટકોર કરી હતી. આ વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગયો અને મુકેશભાઇ તથા તેમના દિકરા ભાર્ગવ લાકડી અને લોખંડની પાઇપ લઇને હેતલબેન પર હુમલો કર્યો હતો. તેમને બચાવવા આવી રહેલા રીતેષ અને તેમના કાકા સુનીલભાઇને પણ હુમલો કરવામાં આવ્યો. ઝઘડામાં ભાર્ગવે હેતલબેનને પગમાં અને રીતેષને કપાળમાં ઇજા પહોંચાડી હતી, જ્યારે મુકેશભાઇએ લોખંડની પાઇપ વડે સુનીલભાઇના માથામાં ઘા મારી જમિન પર ઢળી પાડ્યા હતા. ઘટનાની જાણ થતા સુનીલભાઇને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે સુનિલભાઇના ભત્રીજા રીતેષ પટેલે ખેડા પોલીસ મથકે મુકેશ વિષ્ણુભાઇ પટેલ અને તેમના દિકરા ભાર્ગવ ઉર્ફે ભદ્રેશ મુકેશભાઇ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલ ખેડા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


https://shorturl.fm/0oNbA
https://shorturl.fm/YZRz9