સંજેલી પંચાયત ના બાકી વ્યવસાય વેરા ની ઉઘરાણી માટે તાલુકાની ટીમ ઉતારી.
દાહોદ /સંજેલી
સંજેલી પંચાયત ના બાકી વ્યવસાય વેરા ની ઉઘરાણી માટે તાલુકાની ટીમ ઉતારી .
પીઆઇ,મામલતદાર,ટીડીઓ,સરપંચ,તલાટી સહિત ના કાફલા સાથે બાકી વેરા ની દુકાનોને દસ દિવસનું અલ્ટીમેટમ. રાજ્ય સરકાર દ્વારા વ્યવસાયમેરો માફ કર્યો હોવાની વાત વેપારીઓ દ્વારા જણાવી છતાં વ્યવસાય વેરો પાછલા 15 થી 16 વર્ષનો બાકી હોવાનું ગ્રામ પંચાયતનું રટણ જેના અનુસંધાને વ્યવસાય વેરો ઉઘરાવવાનો ચાલુ
સંજેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અનાજ કરિયાણું કાપડ કટલરી પાન ગલ્લા સહિતના નાના-મોટા વેપાર ધંધા કરનાર વેપારીઓ દ્વારા ગ્રામ પંચાયતના વિકાસ માટે ઉઘરાનાઓમાં આવતા વ્યવસાય વેરો ભરવામાં આવતો નથી. જેની બાકી રકમ માટે પંચાયત દ્વારા અવારનવાર જાણ કરવામાં આવી છે તેમજ બાકી વેરા ભરવા માટે નોટિસો પણ પાઠવવામાં આવી હતી છતાં પણ આવી નોટિસને ઘોળીને પી જનાર ૫૧ જેટલા વ્યવસાય વેરાના દસ હજાર ઉપરાંત સાત લાખ બાકી દુકાન માલિકોને ત્યાં તાલુકા વિકાસ અધિકારી કૃણાલ ડામોર,નાયબ મામલતદાર સોની, પી.આઈ કે આર રાવત,સરપંચ મનાભાઈ ચારેલ,તલાટી કમ મંત્રી રાહુલ પરમાર અને તરુણ અસનાની પંચાયત સભ્ય સુરેન્દ્રસિંહ સોલંકી સહિતની ટીમ સાથે બાકી વેરેદારોને ત્યાં ઉઘરાણી અને સિલ મારવા માટે પોલીસ ટીમ સાથે પહોંચી હતી પરંતુ વેપારીઓ દ્વારા વ્યવસાય વેરા સરકાર દ્વારા માફ કરવામાં આવ્યો છે તો અમારે વ્યવસાય વેરો કેમ ભરવામાં આવે. તેમજ પંચાયત દ્વારા સફાઈ પાણી ગટર વ્યવસ્થા સહિતની પ્રાથમિક સુવિધાઓ પણ આપતી નથી અને વર્ષોથી અમારા વ્યવસાયરા બાકી છે તો અમને આ બાબતે જાણ પણ કરવામાં આવી નથી તેવી આર્ગ્યુમેન્ટ કરવામાં આવી હતી. વહીવટી તંત્ર એકબીજાને ખો આપતા રહ્યા પરંતુ વ્યવસાય વેરો જે અગાઉનો બાકી છે તે તો તમારે પંચાયતને ચૂકવવો પડશે. તેવી સમજ આપી હતી અને કેટલાક વેપારીઓ દ્વારા હાલ બાના પેટે રકમ આપી હતી.પરંતુ દુકાનના બાકી વ્યવસાય વેરો જે બાકી છે તેની મીટીંગ કરવામાં આવે અને આ વ્યવસાય વેરો જે બાકી છે તેનું ઉચ્ચક રકમ લઈ અને સમાધાન કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. અને તમામ વેપારીઓની આવી રજૂઆત થતા જ તંત્ર પણ આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.અને નીકલેલી ટીમે સાત લાખના બાકી વેરામાંથી એક લાખ બેતાલીસ હજાર રૂપિયાની રકમ બે જ કલાકમાં વસૂલ કરી હતી. અને બાકી રહેલા વેરા દસ દિવસમાં આપવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું.બોક્સ : એક તરફ રાજ્ય સરકાર દ્વારા વ્યવસાય વેરો માફ કરવામાં આવ્યો છે . ત્યાંરે હાલમાં જ સંજેલી પંચાયત તેમજ તાલુકાની ટીમ મળી અને પાછલા 15 થી 16 વર્ષનો બાકી વેરો ઉઘરાણી કાઢી હતી તેમજ પાછલા કેટલાય વર્ષોથી વેપારીઓને આ બાબતે કોઈ જાણ ન હોવાનું જણાવ્યું હતું. 16 વર્ષનો બાકી વેરો હતો તો હજુ સુધી જવાબદાર તંત્ર તરફથી કેમ કોઈ જાણ ના કરાય ત્રણ-ચાર વર્ષનો બાકી હોય તો તે વેપારીઓએ ભરવાની તૈયારી બતાવી પણ એના પહેલાના વર્ષો સુધી શું નિયમો હતા કે કેમ તે બાબતે તો વેપારીઓ પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું. આ રજૂઆત કરાતા પંચાયત તેમજ તાલુકાના અધિકારીઓ દ્વારા અગાઉના વર્ષોનો બાકી વેરો ઉઘરાણી કરતા હોવાનું જણાવ્યું હતું. જોકે વેપારીઓ દ્વારા 15 થી16 વર્ષનો વેરો ભરવામાં પોતે સક્ષમ ના હોય તેમજ ઘટતું કરવા માટે રજૂઆત કરાઈ હતી તેમજ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ વ્યવસાય વેરો માફ કરવા ના નિયમોને આધીન રહી અને વ્યવસાય વેરા બાબતે કાર્યવાહી આગળ વધારાય તેવું ચર્ચા કરાઈ હતી .


https://shorturl.fm/ypgnt