પતિ-પત્ની વચ્ચેનો સામાન્ય ઝગડો ખૂની ખેલમાં ખેલાયો : ધાનપુરના દભવા ગામે પતિ- પત્ની વચ્ચે થયેલ ઝગડામાં આવેશમાં આવેલ પત્નીએ પતિ ઉપર કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારતાં પંથકમાં ચકચાર મચી

દાહોદ તા.૦૨

ધાનપુર તાલુકાના ડભવા ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં પતિ પત્ની વચ્ચે થયેલ ઝઘડા તકરારમાં આવેશમાં આવેલ પત્નીએ સુઈ રહેલ પોતાના પતિ ઉપર ઉપરા છાપરી કુહાડીના ઘા ઝીંકી દેતા પતિ નું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

ધાનપુરના ડભવા ગામે હોળી ફળિયામાં રહેતા નરવતભાઈ નાનાભાઈ નાયક અને તેમની પત્ની જમકુબેન નરવતભાઈ નાયક વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો તકરાર થયો હતો. આ તકરાર નું રૂપ ખૂની ખેલમાં ખેલાશે તેનો કોઈએ પણ વિચાર કર્યો ન હતો અને ગત તારીખ 1 જૂન ના રોજ જ્યારે નરવતભાઈ પોતાના ઘરમાં સાંજના ચાર વાગ્યાના આસપાસ ઘરની બહાર આંગણામાં ખાટલા ઉપર મીઠી નીંદર માણી રહ્યા હતા તે સમયે ઝઘડો થયેલ હોય જેનો ગુસ્સો જમકુબેનને વેર રૂપે રાખી પોતાના હાથમાં કુહાડી લઈ પોતાના પતિ નરવતભાઈ જ્યારે ખાટલામાં મીઠી નીંદર મળી રહ્યા હતા ત્યારે નરવતભાઈ ઉપર કુહાડીના ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા હતા. આ ઘટનાને લઇ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા ત્યારે ઘટનાની જાણ વાયુવેગે પંથકમાં ફેલાતા ગ્રામજનોમાં ચકચાર સાથે જવા પામ્યો હતો. નરવતભાઈ ના મોતને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. માહિતી પ્રમાણે પત્ની જમકુબેન સ્થળ પરથી ફરાર થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ સંબંધે વિપુલભાઈ સરદારભાઈ નાયક એ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પત્ની જમકુબેન નરવતભાઈ નાયક ના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!