ધાનપુરના ડભવા ગામે હોળી ફળિયાની ઘટના.

ધાનપુરના ડભવા ગામે હોળી ફળિયાની ઘટના

પતિએ ઝઘડો કરી માર મારતા વિફરેલી પત્નીએ પતિને માથામાં કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો
ધાનપુર તાલુકાના ડભવા ગામે હોળી ફળિયામાં ગઈકાલે બપોરે પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડામાં પતિએ પત્નીને માર મારતા એકદમ ગુસ્સે ભરાયેલ પત્નીએ ઘરના આંગણામાં ખાટલામાં સૂતેલા પતિને માથાના ભાગે કુહાડીના જીવલેણ ધા ઝીંકી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલ તારીખ ૧-૬-૨૦૨૫ ને રવિવારના રોજ બપોરના ત્રણથી ચાર વાગ્યા દરમ્યાનના સમયગાળામાં ધાનપુર તાલુકાના ડભવા ગામે હોળી ફળિયામાં રહેતા ૪૮ વર્ષીય નરવતભાઈ નાનાભાઈ નાયકે તેની પત્ની જમકુબેન નરવતભાઈ નાનાભાઈ નાયક સાથે કોઈ બાબતે ઝઘડો કરી માર માર્યો હતો. જેથી એકદમ ગુસ્સે ભરાયેલ જમકુબેન નાયકે ઘરની બહાર આંગણામાં ખાટલા પર સૂતેલા તેના પછી નરવતભાઈ નાનાભાઈ નાયકને માથાના ભાગે કુહાડીના જીવલેણ ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી, જમકુબેન ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગઈ હતી. આ સંબંધે ડભવા ગામના હોળી ફળિયામાં રહેતા વિપુલભાઈ સરદારભાઈ નાયકે ધાનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આ સંદર્ભે ધાનપુર પોલીસે મરણ જનાર નરવતભાઈ નાનાભાઈ નાયકની હત્યારી પત્ની જમકુબેન નાયક વિરુદ્ધ બી.એન.એસ ૨૦૨૩ ની કલમ ૧૦૩(૧) મુજબ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી પતિની હત્યારી પત્ની જમકુબેન નાયકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!