ખેડા જિલ્લા સહકારી બેંકની 77મી વાર્ષિક સભામાં યોજાઇ

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ : ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક કેડીસીસી ની 77મી વાર્ષિક સાધારણ સભા વડતાલ ખાતે યોજાઈ હતી. આ સભામાં બેંકના સભાસદોને 20% ડિવિડેન્ડ આપવાની મહત્વની જાહેરાત કરાઈ. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ-2025 નિમિતે સહકારી મહાસંમેલનનું પણ આયોજન કરાયું હતું.
ચેરમેન તેજસભાઈ પટેલે જણાવ્યું કે બેંકે 1200 ગામોમાં 84 શાખાઓના માધ્યમથી કામગીરી વિસ્તારી છે. ખેડૂતો અને પશુપાલકોને સબસિડીયુક્ત લોન, વોટ્સએપ અને ઈન્ટરનેટ બેંકિંગ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. પ્રથમવાર માઈક્રો એટીએમ પણ શરૂ થવા જઈ રહ્યો છે. બેંકનો નફો રૂ.23 કરોડથી વધીને રૂ.32 કરોડ થયો ધિરાણ રૂ.700 કરોડથી વધીને રૂ.1500 કરોડ
કુલ ભંડોળ રૂ.4400 કરોડ એનપીએમાં વધારો: 2.5% થી 9% વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર તથા અનેક ધારાસભ્યો, સંતો અને સહકારી અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ સભા સંપન્ન થઈ. સભામાં અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન રામસિંહ પરમાર અને બેંકના પૂર્વ ચેરમેનને “સહકારી શિરોમણી એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યા.
અંતે કેડીસીસી બેંકે ચરોતર ખાંડ ઉદ્યોગના સ્થળે મેગા ફૂડ પાર્ક બનાવવા પણ ઠરાવ પાસ કર્યો હતો. આ પ્રસંગે અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઇ પટેલ, ધારાસભ્યો પંકજભાઈ દેસાઈ, યોગેન્દ્રસિંહ પરમાર, વડતાલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી શાસ્ત્રી દેવ પ્રકાશ સ્વામી, ટેમ્પલ બોર્ડના ચેરમેન ડો.સંત સ્વામી, સત્સંગ સભાના અધ્યક્ષ પૂ.નૌતમ સ્વામી સહિત સહકારી ક્ષેત્રના અગ્રણીઓ,સભાસદો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!