આજે દાહોદ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે એકતા દોડ યોજાશે નગરજનોને રન ફોર યુનિટીમાં જોડાવા જિલ્લા પ્રશાસન દ્રારા નિમંત્રણ
દાહોદઃ- મંગળવારઃ- કેન્દ્ર અને રાજય સરકાર દ્રારા શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ ૩૧ ઓકટોબરને ²રાષ્ટ્રીય એકતા દિવસ² તરીકે ઉજવવાનું કરાવેલ છે.
તદનુસાર દાહોદ જિલ્લા કલેકટરશ્રી વિજય ખરાડીના માર્ગદર્શન હેઠળ તા. ૩૧/૧૦/૨૦૧૮ ના રોજ સવારે ૭=૩૦ કલાકે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રન ફોર યુનિટીનો રૂટ આ મુજબ રહેશે. દાહોદ અનાજ મહાજન સ્કુલ મેદાનથી પ્રસ્થાન થશે. ત્યાંથી ચાકલીયા ચોકડી, ગોવિંદનગર, અનાજ માર્કેટ, પડાવ સર્કલ, ગાંધી ચોક,નગરપાલિકા ચોક, ભરપોડા ચોક, વિવેકાનંદ સર્કલ થઇ પરત અનાજ મહાજન સ્કુલ મેદાન ખાતે સમાપન થશે.
આ એકતા દોડમાં આગેવાનો સૈા નગરજનો, વિધાર્થીઓને જોડાવા દાહોદ પ્રાંત અધિકારીશ્રી તેજશ પરમારે ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.