દાહોદ જિલ્લા સાહસિક તાલીમ શિબિરમાં ભાગ લેનાર સ્પર્ધકે તારીખ ૧૧/૦૬/૨૦૨૫ સુધીમાં અરજી ફોર્મ જમા કરવાનું રહેશે : સાહસિક તાલીમ શિબિરમાં દાહોદ જિલ્લાના ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ ભાગ લઇ શકશે
દાહોદ તા.૦૪
ગુજરાત સરકારનાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ, ગાંધીનગર હસ્તકની કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, દાહોદ દ્વારા સંચાલિત દાહોદ જિલ્લા સાહસિક શિબિર (એડવેન્ચર કોર્સ) નું આયોજન થનાર છે. જેમાં દાહોદ જિલ્લાનાં ૧૫ થી ૨૯ વર્ષનાં યુવક-યુવતીઓ ભાગ લઇ શકશે. ભાગ લેનાર સ્પર્ધકે અત્રેની કચેરી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સેવા સદન કેમ્પસ, જીલ્લા સર્વે ભવન, પ્રથમ માળે, દાહોદ માંથી અરજી ફોર્મ મેળવી તારીખ ૧૧/૦૬/૨૦૨૫ સુધીમાં કચેરી સમય દરમિયાન અરજી ફોર્મ જમા કરવાનું રહેશે. અરજીપત્રની યોગ્યતા અનુસાર પસંદગી કરી શિબિરના સ્થળ, સમય અને તારીખ અંગેની જાણ કરવામાં આવશે તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારી દાહોદ દ્વારા જણાવાયું છે

