ધાડ તથા આર્મ એક્ટમાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને દાહોદ એસઓજી પોલીસે ઝડપી પાડ્યો
દાહોદ તા.૦૫
દાહોદ શહેરમાં ધાડ તથા આર્મ એક્ટના એક્ટના ગુન્હામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને વેશ પલટો કરીને દેવભુમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા તાલુકાના સિંહણ આહેર ગામ ખાતેથી આરોપીને દાહોદ એસઓજી પોલીસે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એસઓજી પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદ શહેરમાં ધાડ તથા આર્મ એક્ટના એક્ટના ગુન્હામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને વેશ પલટો કરીને દેવભુમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા તાલુકાના સિંહણ આહેર ગામ ખાતેથી આરોપી ફાધરભાઈ પાંગુભાઈ મેડા (રહે.મધ્યપ્રદેશ) નાને ઝડપી પાડ્યો હતો. આ ઝડપાયેલ આરોપી ઉપરોક્ત વિસ્તારમાં મજુરી કામ કરતો હોવાની પોલીસને બાતમી મળી હતી અને પોલીસે વર્કઆઉટ કરી તેને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. આ સંબંધે દાહોદ એસઓજી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

