જિલ્લા આરોગ્ય અધિકારી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ની ઉપસ્થિતિમાં હાયપર ટેન્શન દિવસની ઉજવણી કરવામાં આવી : સામુહિક આરોગ્ય કેન્દ્ર ફતેપુરા મુકામે હાઇપર ટેન્શન દિવસ ની ઉજવણી કરવામાં આવી

ફતેપુરા તા.૦૯
શબ્બીરભાઈ સુનેલવાલા
આજરોજ તારીખ 9/06/2025 સોમવાર ના રોજ ફતેપુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હાયપર ટેન્શન દિવસ ની ઉજવણી માન. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ના માર્ગદર્શન હેઠળ 17 મે 16 જૂન 2025 જન જાગૃતિ અભિયાન ચલાવામાં આવી રહ્યું છે તે નિમિતે સા. આં. કેન્દ્ર ફતેપુરા ના NCD સ્ટાફ નર્સ, નર્સિંગ ની વિધાર્થીનીઓ દ્વારા IEC પોસ્ટર દ્વારા હાઈપરટેન્શન અને ડાયાબિટીસ જેવા રોગો વિશે માહિતી આપી અને દર્દીઓના બી. પી ચકાસણી કરીને ઉજવણી કરવામાં આવી હતી આમ ફતેપુરા ખાતે હાયપરટેન્શન દિવસ ની ઉજવણી માં તમામ સ્ટાફ હાજર રહ્યો હતો.

