દાહોદમાં આજે વધુ ૩૨ કોરોના પોઝીટીવ કેસો સાથે દાહોદ જિલ્લામાં કુલ આંકડો ૯૫૫ને પાર

અનવરખાન પઠાણ / ધ્રૃવ ગોસ્વામી

દાહોદ તા.૨૦
દાહોદમાં આજે વધુ ૩૨ વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા ફરીવાર દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણનો પ્રકોપ વધવા માંડ્યો હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. થોડા દિવસોથી કોરોના દર્દીઓની સંખ્યામાં મહદઅંશે ઘટાડો પણ જાેવા મળ્યો હતો પરંતુ છેલ્લા બે – ત્રણ દિવસથી ફરીવાર કુદકેને ભુસકે કેસોમાં વધારો નોંધાતા આરોગ્ય તંત્ર સમેત જિલ્લાવાસીઓમાં ફરી ચિંતાનો માહૌલ પ્રસરી જવા પામ્યો છે. દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૯૫૫, એક્ટીવ કેસ ૨૩૧ અને અત્યાર સુધી કુલ મૃત્યુ આંક ૫૪ સુધી પહોંચ્યો છે.
આજે રેપીટ ટેસ્ટ મળી ૩૨ કોરોના પોઝીટીવ દર્દી પૈકી (૧) અભિષેક ગુણવંતભાઈ શરાફ (ઉ.વ.૪૦, રહે.દાહોદ), (૨) સોનલબેન અભિષેક શરાફ (ઉ.વ.૩૧,રહે.દાહોદ), (૩) ર્ડા.હેતલ પ્રજાપતિ (ઉ.વ.૨૮,દાહોદ), (૪) જીજ્ઞેશભાઈ મદનલાલ નીમચીયા (ઉ.વ.૩૮,દાહોદ), (૫) ચીરાગભાઈ શ્યામભાઈ સાંસી (ઉ.વ.૧૭,દાહોદ), (૬) યુવરાજભાઈ શ્યામભાઈ સાંસી (ઉ.વ.૧૩,દાહોદ), (૭) હીનાબેન શ્યામભાઈ સાંસી (ઉ.વ.૧૬,દાહોદ), (૮) રમેશચંદ્ર શાંતિલાલ પઢ્યા (ઉ.વ.૭૧,દાહોદ), (૯) વળવાઈ સુખાભાઈ મલાભાઈ (ઉ.વ.૫૮,ફતેપુરા), (૧૦) અગ્રવાલ રાજેશભાઈ કૈલાશચંદ્ર (ઉ.વ.૩૪,ફતેપુરા), (૧૧) ચૌહાણ અજયભાઈ છોટાલાલ (ઉ.વ.૪૨,ઝાલોદ), (૧૨) સાધુ અનીતાબેન દિલીપભાઈ (ઉ.વ.૪૮,ઝાલોદ), (૧૩) ઠક્કર દુર્ગેશભાઈ કનૈયાલાલ (ઉ.વ.૨૬,ઝાલોદ), (૧૪) બારીયા હિતેશભાઈ સડીયાભાઈ (ઉ.વ.૩૦,ઝાલોદ), (૧૫) લખારા અશોકભાઈ બાબુભાઈ (ઉ.વ.૫૦,ઝાલોદ), (૧૬) લખારા જ્યોતશનાબેન અશોકભાઈ (ઉ.વ.૪૫, ઝાલોદ), (૧૭) લખારા દિવ્યાબેન અશોકભાઈ (ઉ.વ.૨૫,ઝાલોદ), (૧૮) બારીયા શાંતાબેન દિલીપભાઈ (ઉ.વ.૪૦,લીમખેડા), (૧૯) કુશવાહ વિશાલભાઈ નીર્જનભાઈ (ઉ.વ.૨૨,લીમખેડા), (૨૦) જસ્ટીન એ.પરમાર (લીમખેડા), (૨૧) અનીતાબેન દિલીપભાઈ સાંઢા (ઉ.વ.૪૮,ફતેપુરા), (૨૨) પલ્લવી દિલીપભાઈ સાંઢા (ઉ.વ.૧૧), (૨૩) હરીશભાઈ બી.ડામોર (ઉ.વ.૨૨,દાહોદ), (૨૪) રાજેશકુમાર કાંતીલાલ સિધ્ધપુરીયા (ઉ.વ.૫૦, લીમડી,ઝાલોદ), (૨૫) તુષાર મોતીસિંહ બામણીયા (ઉ.વ.૩૦,દાહોદ), (૨૬) રામાભાઈ મુલાભાઈ બામણીયા (ઉ.વ.૬૧,દાહોદ), (૨૭) આશા મીલનભાઈ છાજેડ (ઉ.વ.૩૨,લીમડી,ઝાલોદ), (૨૮) પ્રવિણ સવસીંગભાઈ ગણાવા (ઉ.વ.૧૫,લીમડી,ઝાલોદ), (૨૯) ધીરેનભાઈ રાજેન્દ્રભાઈ પરમાર (ઉ.વ.૨૩,લીમડી,ઝાલોદ), (૩૦) રનવીરભાઈ ખતરાસિંહ મોરી (ઉ.વ.૪૩,દાહોદ), (૩૧) નેવાભાઈ વિરસીંગભાઈ વાઘેલા (ઉ.વ.૫૦, દાહોદ) અને (૩૨) નીકુંજકુમાર યશવંતલાલ કડીયા (ઉ.વ.૪૫,દાહોદ), આમ આજના ૩૨ કોરોના પોઝીટીવ સાથે ૯૫૫ ને પાર કરી ગયો છે.

#Sindhuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!