દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ ને અશરા મુબારક ની વાયઝ ચેન્નાઈ થી લાઈવ પ્રસારણ ઇન્દોર ઉજ્જૈન અને રતલામ ની રજા મુબારક ફજલ થઈ : દાઉદી વ્હોરા સમાજના લોકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ ફટાકડા ફોડી બેન્ડ બાજા બજાવી ખુશી વ્યક્ત કરી

ફતેપુરા તા.૦૯
શબ્બીરભાઈ સુનેલવાલા
દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ 53 માં દાઈ સૈયદના અલીકદર મુફદૃલ સેફુદ્દીન સાહેબ આ સાલ હિજરી સન 1447 ની અશરા મુબારક ની વાયઝ ચેન્નઈમાં કરશે જે વાયઝ મુબારક નું લાઈવ પ્રસારણ ઇંદોર ઉજ્જૈન અને રતલામની રજા મુબારક ફજલ થવાથી મધ્ય પ્રદેશ રાજસ્થાન ગુજરાત અને મહારાષ્ટ્રના દાઉદી વ્હોરા સમાજ માટે ભેટ ઉપહાર સમાન છે લોકોમાં ખુશીની લાગણી અને લહેર દોડી ગયેલ છે ફટાકડા ફોડી બેન્ડબાજા વગાડી ખુશી વ્યક્ત કરી હતી 52 મા દાઈ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ ઈ.સ.1986 હિ.સ.1407 માં ઈન્દોરના સેફીનગરમાં અશરા ની વાયજ ફરમાવી હતી ત્યારબાદ ઇ.સ.2002 હિ.સ.1443 માં સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ સેફીનગર મસ્જિદનું ઇફ્તેતાહ કરી અશરા મુબારક ની વાયજ મુબારક ફરમાવી હતી ત્યારબાદ 53 મા દાઈ સૈયદના આલીકદર મુફદૃલ સૈફુદ્દીન સાહેબ ઈ.સ. 2018 હિ.સ.1440 માં અશરા મુબારક ની વાયજ મુબારક ઇન્દોરમાં ફરમાવી હતી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તેમજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાહેબ વાયજ માં તશરીફ લાવ્યા હતા ચેન્નઈ થી લાઈવ પ્રસારણ અશરા મુબારક ની વાયજ ઇન્દોર ઉજ્જૈન અને રતલામમાં રજા મુબારક થવાથી દાઉદી વ્હોરા સમાજમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે

