દાહોદના ગલાલીયાવાડ વિસ્તારમાંથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું
દાહોદ તા.૦૯
દાહોદ શહેરના ગલાલીયાવાડ વિસ્તારમાં કોઈ અજાણી સ્ત્રી દ્વારા નવજાત બાળકને ત્યજી દઈ ફરાર થઈ જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૦૭મી જુનના રોજ દાહોદના ગલાલીયાવાડ વિસ્તારમાં ડુંગરી ફળિયામાં રેલ્વેના કોટ પાસે ખુલ્લી જગ્યામાં એક નવજાત જન્મેલ બાળકને કોઈ અજાણી સ્ત્રી દ્વારા આ નવજાત બાળકને સ્થળ પર મુકી નાસી ગઈ હતી. તે સમયે અહીંથી પસાર થતાં અર્જુનભાઈ બચુભાઈ બીલવાળની નજર આ નવજાત બાળક ઉપર પડતાં તેને આસપાસના લોકોનો સંપર્ક કર્યાે હતો અને આ અંગેની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી જ્યાં નવજાત જીવીત બાળકનો કબજાે લઈ નજીકના દવાખાને સારવાર માટે મોકલી દેવામાં આવ્યાં હતાં.
આ સંબંધે અર્જુનભાઈ બચુભાઈ બીલવાળે દાહોદ બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

