ઝાલોદના લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારનો ધાડ-લુંટ સહિત આર્મ એક્ટના ગુન્હામાં નાસતો ફરતો આરોપીને દાહોદ એલસીબી પોલીસે પકડી પાડ્યો
દાહોદ તા.૦૯
છેલ્લા તેર વર્ષથી દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાડ-લુંટ સહીતના આર્મ એક્ટના ગુન્હામાં નાસતા ફરતા મધ્યપ્રદેશના આરોપીને દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ ખરોદા થી દાહોદ તરફ જતાં રસ્તા પર પોલીસે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તેમજ શંકાસ્પદ લોકોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક યુવક ત્યાંથી પસાર થયો હતો જ્યાં પોલીસે તેને ઉભો રાખી તેની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે તેની સઘન પુછપરછ કરતાં પોલીસે પોલીસની પુછપરછમાં ભાંગી પડ્યો હતો અને પોતે ઝાલોદના લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાડ-લુંટ સહીત આર્મ એક્ટના ગુન્હામાં સંડોવાયેલ હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી ત્યાર બાદ પોલીસે લીમડી પોલીસ મથકે આ મામલે તપાસ કરતાં ઝડપાયેલ આરોપી બાલુબાઈ ખુમાભાઈ ઉર્ફે ખુમસીંગ દહમા (રહે.મધ્યપ્રદેશ) નો ઉપરોક્ત ગુન્હામાં આરોપી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.
આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

