દાહોદમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ દ્વારા નારદ જયંતિની અનોખી ઉજવણી કરવામાં આવી
દાહોદ તા.૦૯
દાહોદ શહેરના એપીએમસી હોલમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ દ્વારા નારદ જયંતિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પત્રકારો સાથે સંવાદ કરી દાહોદ જિલ્લામાં સંઘ દ્વારા કરાતી કામગીરી અને આવનારા દિવસોમાં કરાનારી કામગીરી સહિત રાષ્ટ્ર નિર્માણ બાબતે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.
પત્રકારો સાથે સંવાદમાં સંઘના જિલ્લા સંઘ ચાલક અલ્કેશભાઈ ગેહલોત, વિભાગીય સહકાર્યવાહ રણવીરસિંહ અને વિભાગ પ્રચાર પ્રમુખ ધ્રુપલભાઈ સોની અને નગર સંચાલક ભાવેશભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અલ્કેશભાઈ ગેહલોતે નારદજીને આધ્ય પત્રકાર હોવાનું જણાવી અને એટલે જ આજનો દિવસ પત્રકારો સાથે સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો તેમ જણાવ્યું હતુ. વધુમાં વિભાગીય કાર્યવાહ રણવીરસિંહે સંઘ દ્વારા કરાતી રાષ્ટ્ર માટેની જિલ્લામાં થતી કામગીરી સહિત આવનારા દિવસોમાં પત્રકારો દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં કેવી કામગીરી અને ધ્યાન રાખવા જાેઇએ તેના ઉપર પ્રકાશ પાડયો હતો. તો ધ્રુપલભાઈ સોનીએ સંઘને ૨૦૨૫ માં ૧૦૦ વર્ષ પુર્ણ થવા જઇ રહ્યા છે. સંઘની શુ ભુમિકા છે તે સહિતની બાબતો સંઘ દ્વારા પ્રચાર વિભાગ શરુ કરવામાં આવ્યો છે. જેથી રાષ્ટ્ર હિતમાં લોકોએ ક્યા કાર્યાે કરવા જાેઇએ અને તેમાં સંઘ શુ મદદ કરી શકશે અને પત્રકારો સાથે સમન્વય રાખી રાષ્ટ્ર નિર્માણમાં પહેલ કરી ભારત માતાનું ગૌરવ વધાર્યાની વાત કરી હતી. તો પત્રકાર પ્રતિ પણ સંઘને શુ પત્રકારો પાસેથી અપેક્ષા છે તેની વાત કરી હતી. આ સંવાદમાં દાહોદના પત્રકારોએ બહુ ઉત્સાહપુર્વક ભાગ લઇ સંઘના પદાધિકારીઓ સાથે ખુબ જ સરસ સંવાદ કર્યાે હતો.

