દાહોદ જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ સિદ્ધરાજ જયસિંહ તળાવ ખાતે યોજાશે
દાહોદ તા.૧૦
વિશ્વ યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે દાહોદ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ સબંધિત વિભાગોના અધિકારીશ્રીઓને વિડીયો કોન્ફરન્સ દ્વારા સ્ટેજ, મંડપ, મેડિકલ વ્યવસ્થા, સાફ સફાઈ, પીવાનું પાણી, સાઉન્ડ સિસ્ટમ તેમજ લાઈવ સ્ક્રીન વગેરેની વ્યવસ્થા કરવા જરૂરી સૂચનાઓ આપી હતી. તેમજ આ કાર્યક્રમમાં લોકો વધુને વધુ સહભાગી બને તે માટે યોગ્ય કામગીરી કરવા પણ અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો રાજદીપસિંહ ઝાલા,પ્રાયોજના વહીવટ દાર શ્રી દેવેન્દ્ર મીણા, નિવાસી અધિક કલેકટર શ્રી જે.એમ.રાવલ, નાયબ વન સંરક્ષક શ્રી મીતેશ પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી જી.આર.હરદાસાણી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એસ.એલ દામા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી આરતસિંહ બારીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉદય ટીલાવત,જિલ્લા રમત ગમત અધિકારી શ્રી અમરસિંહ રાઠવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી જીગ્નેશ ડાભી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોર્ડીનેટર, યોગ સાથે સંકળાયેલ સંસ્થાઓના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.

