ઉત્સવ બાળકના સર્વાંગી વિકાસનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ : જિલ્લા સહિત રાજયભરમાં તા.૨૬ થી તા.૨૮ જૂન દરમિયાનશાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ રાજય કક્ષાની બ્રિફિંગ બેઠકમાં જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે સહિતના અધિકારીઓ જોડાયા
દાહોદ તા.૧૦
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને પ્રવેશોત્સવ ૨૦૨૫ની બ્રીફિંગ મિટિંગ યોજવામાં આવી હતી. નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૫ નો શહેરી અને ગ્રામ્ય વિસ્તારનો સંયુક્ત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ તારીખ ૨૬/૨૭/૨૮ જુન, ૨૦૨૫ દરમિયાન રાજ્યની તમામ સરકારી પ્રાથમિક તથા સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કુલ, રક્ષા શક્તિ રેસીડેન્સીયલ શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીનું વિઝન છે કે વિકસિત ભારત બને. જે માટે દેશનો દરેક યુવાન શિક્ષિત બને, સ્વસ્થ બને સાથે આત્મનિર્ભર બને. આપણે ગુજરાતના છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહમાં લાવીને દરેક વ્યક્તિને શિક્ષિત બનાવીએ. વધુમાં એમણે ઉમેર્યું હતું કે, ગુજરાતના દરેક વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ કરાવે તે જરૂરી છે.
આ બ્રીફિંગ મિટિંગમાં દોહોદ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ રાજદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટ દાર શ્રી દેવેન્દ્ર મીણા, નિવાસી અધિક કલેકટરશ્રી જે.એમ.રાવલ, નાયબ વન સંરક્ષક શ્રી મીતેશ પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી જી.આર.હરદાસાણી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી આરતસિંહ બારીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉદય ટીલાવત સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. તાલુકા કક્ષાએથી અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઓનલાઇન જોડાયા હતા.

