નિયંત્રિત વિસ્તારોમાંથી કોરોના સંક્રમણને રોકવા આગેવાની લેવા સામાજિક અગ્રણીઓને આહ્વાન
? કલેક્ટર શ્રી વિજય ખરાડીએ એક આહ્વાન જણાવ્યું છે કે, કોરોના વાયરસનો કેસ મળ્યા બાદ જાહેર કરવામાં આવેલા કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાંથી કોરોનાને વધુ ફેલાતો રોકવા માટે જે તે વિસ્તારોના અગ્રણીઓ આગેવાન લે તે જરૂરી છે. આગેવાનો પોતાના વિસ્તારમાં રહેતા લોકોને ઘરની બહાર ન નીકળવા, કન્ટેઇન્મેન્ટ ઝોનના નિયમોનું પાલન કરવા ઉપરાંત આરોગ્યની દરકાર રાખવા સમજાવે.
?કન્ટેઇન્મેન્ટ ઝોનની બાબતે જિલ્લા વહીવટી તંત્રના ધ્યાને એવી બાબત આવી છે કે, તે વિસ્તારોમાં લોકોની અવરજવર ચાલું રહે છે. નિયંત્રિત વિસ્તારમાં રહેતા લોકો પણ પોતાની ઘરની બહાર નીકળે છે. તેના કારણે કોરોના વાયરસ વધુ ફેલાવાની શક્યતા રહે છે દાહોદમાં કોરોના વાયરસને કાબુમાં લાવવા માટે કન્ટેઇન્મેન્ટ ઝોનના નિયમોનું પાલન કરવું જ પડશે. કન્ટેઇન્મેન્ટ ઝોનમાં લોકો અવરજવર ના કરે તેની તકેદારી લેવી પડશે.
?કન્ટેઇન્મેન્ટ ઝોનમાં રહેતા લોકોનું આરોગ્ય વિભાગ દ્વારા ધન્વંતરિ રથ મારફત સઘન હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવે છે. આ વિસ્તારના લોકો કોઇ જ ચિંતા કર્યા વિના પોતાના આરોગ્યની તપાસણી કરાવે તે આવશ્યક છે.
?શરદી, ખાંસી કે તાવા આવવાના કિસ્સામાં નાગરિકો કોઇ હિચકિચાટ રાખ્યા વિના પોતાનું તબીબી પરીક્ષણ કરાવે. કોરોના વાયરસનું શરૂઆતી તબક્કામાં જ પરીક્ષણ કરી તેનો સમયસર ઉપચાર કરવામાં આવે તો દર્દી જલ્દી સારા થઇ જાય છે.

