દાહોદ શહેર સહિત જિલ્લામાં અસહ્ય ગરમી તેમજ બફારાથી લોકો ત્રાહિમામ પોકાર્યા
દાહોદ તા.૧૪
દાહોદ શહેર સહિત જિલ્લામાં કાળઝાળ ગરમીના પ્રકોપથી લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યાં છે. વહેલી સવારથીજ અસહ્ય ગરમી તેમજ બફારાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે. કામ વગર લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. આવા સમયે લોકો એસી, કુલર, પંખા પણ વામણા સાબીત થઈ રહ્યાં છે.
દાહોદ શહેર સહિત જીલ્લામાં ગરમીના પ્રકોપે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને વરસાદની રાહ જાેઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે તા. ૧૩ના રોજ રાત્રીના સમયે દાહોદ શહેર સહિત જીલ્લામાં વરસાદ વરસતા થોડીક ટાઢક વર્તાઈ હતી. જાેકે તા.૧૪નો દિવસ પુન: ગરમી સાથે ઉકળાટ વધતાં લોકો પરશેવે રેબઝેબ બન્યા છે. તા. ૧૩ના રોજ રાત્રીના સમયે દાહોદ શહેર સહિત પાસેના છાપરી, જાલત, ગલાલીયાવાડ, રળીયાતી રામપુરા, પુસરી સહીતના વિસ્તારમાં અડધો કલાક જેટલા સમય દરમ્યાન વરસાદ વરસ્યો હતો. જાેકે સામાન્ય જ વરસાદ વરસ્યો હતો પરંતુ તેના કારણે વાતાવરણમાં ટાઢક વર્તાઈ હતી. જાેકે પાછલા અઠવાડીયાથી ગરમીનો પ્રકોપ વધતા લોકો પરેશાન બન્યા છે. અને પંખા એસી કુલરનો સહારો લેવા મજબુર બન્યા છે ત્યારે આજે તા.૧૪ના રોજ પુન: ગરમીના વધારો થતાં લોકો પરશેવે રેબઝેબ બન્યા છે. બપોરના સમયે કાળઝાળ ગરમીથી લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યાં છે. બપોરના સમયે જાહેર રસ્તાઓ સુમસામ જાેવા મળી રહ્યાં છે. બીજી તરફ ઠંડાપીણાની દુકાનો તેમજ લારીઓ પર લોકો સાંજના સમયે અને બપોરમાં મહદઅંશે જાેવા મળી રહ્યાં છે.