નડિયાદમાં ઓટીપી વગર ખાતામાંથી રૂપિયા ઉપડાતા પોલીસમાં ફરિયાદ

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં એક મહિલાના બેંક ખાતામાંથી ઓટીપી વગર રૂપિયા ઉપડાતા ચિંતા ફેલાઈ છે.
પંચાયત સાદનના સ્ટાફ ક્વૉર્ટરમાં રહેતા પ્રમોદભાઈ મકવાણાની પત્નિ ભદ્રાવતીબેનના ખાતામાંથી એપ્રિલમાં રૂપિયા ૭૮ હજાર,૯૮૫ ઉપાડી લેવામાં આવ્યા હતા — ૪ હજાર ૯૯૯ના ૧૫ ટ્રાન્ઝેક્શન અને ૪ હજાર ના ૧૬ ટ્રાન્ઝેક્શન મળી કુલ ૭૮ હજાર ૯૮૫ રૂપિયા ઉપડવામાં આવ્યા હતા.
મહિલાએ કોઈ ઓટીપી ન શેર કર્યાને છતાં એ ટ્રાન્ઝેક્શન થયા હોવાનો આરોપ મૂક્યો છે. તુરંત સાઇબર હેલ્પલાઇનમાં ફરિયાદ કરાતા જાણવા મળ્યું કે એ રૂપિયા બે અલગ બેંક ખાતામાં જમા કરાયા હતા.
આ અંગે પ્રમોદભાઈ મકવાણાએ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે  ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!