દાહોદ શહેરમાં યુવકોને સરકારી નોકરી આપવાની લાલચ આપી રૂા.૩૦ લાખની છેતરપીંડી વિશ્વાસઘાત કરતાં સાયબર ક્રાઈમ પોલીસ મથક દાહોદમાં ફરિયાદ નોંધાંઈ

દાહોદ તા.૧૬

દાહોદ શહેરમાં એક 33 વર્ષીય યુવકને તથા તેની સાથે અન્ય યુવકોને સરકારી નોકરી અપાવવાની લાલા આપી બે જેટલા અજાણ્યા ઇસમોએ મોબાઈલ ફોન તેમજ સોશિયલ મીડિયા મારફતે યુવકોનો સંપર્ક કર્યો હતો. અને યુવકો પાસેથી અલગ અલગ ચાર્જ તેમજ ઇન્કમટેક્સ ના નામે કુલ રૂપિયા 30,38,500/-જેટલી માતબર રકમ યુવકો પાસેથી ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લઈ સરકારી નોકરી ન અપાવતા પોતાની સાથે વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી થઈ હોવાના એહસાસ સાથે યુવકે સાયબર ક્રાઇમ પોલીસ મથક દાહોદ ખાતે ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળે છે.

દાહોદ જિલ્લામાં દિન પ્રતિદીને ઓનલાઇન ફ્રોડ ના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. શોર્ટકટ અપનાવી કરોડપતિ થવાની ઘેલછાઓમાં તેમજ સરકારી નોકરી મેળવવાની ઘેલછાઓમાં યુવકો તેમજ વેપારીઓ ફ્રોડ કરનાર ઇસમોના ચંગુલમાં આવી જતા હોય છે અને પોતાના લાખો રૂપિયા ગુમાવી દે છે ત્યારે આવો જ એક વધુ બનાવો દાહોદ શહેરમાં બનવા પામ્યો છે જેમાં દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે આરાધના સોસાયટીમાં રહેતા 33 વર્ષીય ભવશાલી રવિશંકર મિશ્રા તથા અન્ય યુવકોને ગત તારીખ 04.12.2024 થી 10.06.2025 ના સમયગાળા દરમિયાન બે જેટલા અજાણ્યા ઈસમોએ ભવશાલી રવિશંકર મિશ્રા તથા અન્ય યુવકોનો મોબાઈલ ફોન મારફતે તેમજ સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્ક કર્યો હતો અને યુવકો ને સરકારી નોકરી આપવા માટે લાલચ આપી હતી. યુવકો આ લાલચમાં આવી ગયા હતા અને બે જેટલા અજાણ્યા ઇસમો દ્વારા નોકરીના એપ્રુવલ ચાર્જ, ડિપોઝિટ ચાર્જ, ટીડીએસ ચાર્જ તેમજ ઇન્કમટેક્સની રેડ ના નામે તેમજ તેની સાથે સાથે બેંક મેનેજરના નામે અલગ-અલગ સમયગાળા દરમિયાન કુલ રૂપિયા 30,38,500/-જેટલી માતબર રકમ યુવકો પાસેથી ઓનલાઇન ટ્રાન્સફર કરાવી કરાવી લીધી હતી. અવારનવાર પોતાને સરકારી નોકરી આપવા માટેની રજૂઆત યુવકો કરતા હતા પરંતુ અજાણ્યા ઇસમો દ્વારા ગલ્લા તલ્લા કરવામાં આવતા હતા અને યુવકોને આખરે પોતાની સાથે વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં યુવકો સાઇબર ક્રાઇમ પોલીસ મથકે દોડી ગયા હતા અને આ સંબંધે ભવશાલી રવિશંકર મિશ્રાએ સાયબર ક્રાઇમ પોલીસ મથક દાહોદ ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!