દાહોદના મુવાલીયા ગામે પંદર વર્ષિય યુવકે ઝાડ સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર મચી

દાહોદ તા.૧૬

દાહોદ તાલુકાના મુવાલિયા ગામે એક પંદર વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ઝાડ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.

દાહોદના મુવાલિયા ગામે સરપંચ ફળિયામાં રહેતા 15 વર્ષથી વિક્રેશભાઈ ભારતભાઈ ભગોરાએ ગત તારીખ 14 મી જૂનના રોજ અગમ્ય કારણોસર ગામમાં આવેલ કોતરમાં ઝાડ ઉપર દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનો ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને મૃતક વિક્રેશભાઈના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતા.

રીમાબેન ભારતભાઈ ભગોરાએ દાહોદ પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતના ગુના ના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!