સી.બી.પટેલ આર્ટ્સ કોલેજ,નડિયાદનો રાજ્યશાસ્ત્રનો વિદ્યાર્થી સમગ્ર યુનિવર્સિટીમાં મેળવેલ પ્રથમ સ્થાન

નરેશ ગનવાણી નડિયાદ

ધી નડિઆદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી. બી. પટેલ આર્ટ્સ કોલેજ,નડિયાદનું સેમ-૪ નું પરિણામ ૯૬.૭૬ % આવ્યું જેમાં ૩૯ વિદ્યાર્થીઓ ટોપ ૧૦ માં સ્થાન પામવામાં સફળ રહ્યા છે તેમાં પણ કોલેજના રાજ્યશાસ્ત્ર વિષયનો વિદ્યાર્થી શેખ શાહનવાઝ સાકીર હુસેન સમગ્ર સરદાર પટેલ યુનિ.માં પ્રથમ સ્થાન (યુનિવર્સિટી ફર્સ્ટ) પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધારવા બદલ ધી નડીઆદ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ, કોલેજના આચાર્ય ,વિષયના અધ્યક્ષ તથા સ્ટાફ પરિવાર દ્વારા અભિનંદન પાઠવી આગામી કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!