પણસોરા સહકારી સંસ્થાઓની કેન્દ્રીય અધિકારી દ્વારા મુલાકાત
નરેશ ગનવાણી નડિયાદ

ભારત સરકારના સહકાર મંત્રાલયના જોઈન્ટ સાક્રેટરી રમણકુમાર એ પણસોરા ગામની સેવા સહકારી મંડળી અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીની મુલાકાત લીધી હતી. એ પ્રસંગે ખેડા જિલ્લા કેન્દ્રીય સહકારી બેન્ક નડિયાદના ચેરમેન તેજસકુમાર બી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુલાકાત દરમ્યાન માઇક્રો એટીએમ દ્વારા નાણાં ઉપાડ અને જમા કરાવવાની સુવિધા તથા પેક્સના કોમ્પ્યુટરાઇઝેશન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. એ સિવાય જોઈન્ટ સાક્રેટરી એ પશુપાલકો અને સભાસદો સાથે પણ ચર્ચા કરી સહકાર સંસ્થાઓની પ્રવૃત્તિઓ વિશે અવગત થયા હતા અને પશુપાલન માટે આપવામાં આવતા કેસીસી લોનના મંજૂરીપત્ર પણ હસ્તાંતરીત કર્યા હતા.
આ પ્રસંગે પણસોરા સેવા સહકારી મંડળીના ચેરમેન હિતેન્દ્રભાઈ પટેલ (લાલાભાઈ), વાઇસ ચેરમેન પરમાનંદ પટેલ, હોદેદારો અને સભાસદો હાજરી આપવા સાથે પણસોરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન ચરણભાઈ રબારી, અધિકારીઓ, સભાસદો અને પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.
