દાહોદમાં આજે વધુ ૧૪ કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા : કુલ આંકડો ૧૦૨૯ ને પાર
અનવરખાન પઠાણ / ધ્રૃવ ગોસ્વામી
દાહોદ તા.૨૨
દાહોદમાં આજે વધુ ૧૪ કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ થયો હતો. આમ, દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝીટીવના કુલ ૧૦૨૯ કેસ નોંધાયા છે. આજે વધુ ૨૧ વ્યક્તિઓએ કોરોના સામે જંગ જીતતા હવે એક્ટીવ કેસોની સંખ્યા ૨૨૮ રહેવા પામી છે જ્યારે કોરોનાથી અત્યાર સુધી ૫૫ લોકોના મૃત્યુ થયા છે.
દાહોદમાં આજે રેપીટ ટેસ્ટ મળી કુલ ૧૪ કોરોના પોઝીટીવ દર્દીઓમાં જે (૧) નીકુંજભાઈ યશવંતલાલ કડીયા (ઉ.૪૫,દાહોદ), (૨) રાકેશભાઈ દશરથભાઈ બારીયા (ઉ.૪૫, દાહોદ), (૩) પ્રેમીલાબેન દિવેન્દ્રભાઈ કડીયા (ઉ.૬૧,દાહોદ), (૪) ભાભોર વિનોદ લખનભાઈ (ઉ.૨૫,ફતેપુરા), (૫) પારગી લાલસીંગ પુંજાભાઈ (ઉ.૪૫,ફતેપુરા), (૬) લુહાર હાર્દિકભાઈ ચંદ્રસિંહ (ઉ.૨૨,લીમખેડા), (૭) અગ્રવાલ સતીષ ડી. (ઉ.૪૯,દે.બારીઆ), (૮) મહેશભાઈ પ્રેમચંદભાઈ પ્રજાપતિ (ઉ.૩૫, ફતેપુરા), (૯) વર્ષાબેન મહેશભાઈ પ્રજાપતિ (ઉ.૩૪,ફતેપુરા), (૧૦) નાયક મવાભાઈ હીરાભાઈ (ઉ.૬૧,ધાનપુર), (૧૧) યશ દેવાનંદ પટેલ (ઉ.૨૧,લીમખેડા), (૧૨) હીનાબેન આશિષભાઈ યાદવ (ઉ.૨૯,દાહોદ), (૧૩) મુન્નીબેન કાન્તીભાઈ માવી(ઉ.૪૫,દાહોદ) અને (૧૪) અર્જુનભાઈ નાથાભાઈ શર્મા (ઉ.૬૧,દાહોદ) આમ, દાહોદમાં આજે વધુ ૧૪ કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ થતાં આરોગ્ય તંત્ર દ્વારા આ પોઝીટીવ આવેલ વ્યક્તિઓના રહેણાંક વિસ્તાર તરફ સેનેટરાઈઝીંગનું કામકાજ હાથ ધરી રહ્યા છે.
#Sindhuuday Dahod