૨૧ જૂન વિશ્વ યોગ દિવસ : જિલ્લા કક્ષાના યોગ દિવસ અંતર્ગત દાહોદ પ્રાંત કચેરી ખાતે યોજાઈ બેઠક : દાહોદ જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ સિદ્ધરાજ જયસિંહ તળાવ ખાતે યોજાશે
દાહોદ તા.૧૭
દાહોદ પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી મિલિંદ દવેના અધ્યક્ષ સ્થાને ૨૧ જૂન વિશ્વ યોગ દિવસ અંતર્ગત સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. દાહોદ જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ સિદ્ધરાજ જયસિંહ તળાવ ખાતે ૨૧ જૂનના રોજ સવારે ૫:૪૫ કલાકે યોજવામાં આવશે.
આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રીએ સબંધિત વિભાગોના અધિકારીશ્રીઓને સ્ટેજ,લાઇવ પ્રસારણ કરવા અંગે વ્યવસ્થા કરવી, મેડિકલ વ્યવસ્થા, સાફ-સફાઈ, પીવાનું પાણી, સાઉન્ડ સિસ્ટમ તેમજ લાઈવ સ્ક્રીન વગેરેની વ્યવસ્થા કરવા માટે વિવિધ સંસ્થાઓ અને વિભાગોએ સંકલન કરી વ્યવસ્થા માટેની કામગીરી કરવા જરૂરી સૂચનાઓ આપી હતી. તેમજ આ કાર્યક્રમમાં લોકો વધુને વધુ સહભાગી બને તે માટે પ્રચાર-પ્રસારની કામગીરી કરવા પણ જણાવ્યું હતું.
આ બેઠક દરમિયાન સીડીએચઓશ્રી, નગરપાલીકા ચીફ ઓફિસરશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, તાલુકા મેડીકલ અધિકારીશ્રી, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી પાણી પુરવઠા દાહોદ, ટીપીઇઓશ્રી સહિત સંબંધિત અધિકારીશ્રીઓ તથા વિવિધ સંસ્થાના પ્રતિનિધીઓ હાજર રહ્યા હતા.

