મેલેરિયા વિરોધી જૂન માસ અંતર્ગત પીજ આરોગ્ય કેન્દ્ર દ્વારા તળાવોમાં ગપ્પી માછલીઓ મૂકાઈ

નરેશ ગનવાણી નડિયાદ

પીજ: મેલેરિયા વિરોધી જૂન માસની ઉજવણીના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીજ અને તેના આયુષ્યમાન આરોગ્ય મંદિર પીઅંતર્ગત આવતા ગામો રામોલ, મિત્રાલ, કરોલી અને થલેડીમાં મેલેરિયાની તિવ્રતા ઘટાડવા માટે તળાવો અને જળાશયોમાં પોરાભક્ષક ગપ્પી માછલીઓ મૂકવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સુપરવાઈઝર શ્રી મેહુલ બૌદ્ધના માર્ગદર્શન હેઠળ આરોગ્ય કર્મીઓ શ્રી કલ્પેશ મકવાણા, દીપક સોલંકી, જયદીપ મકવાણા અને રજની પરમારની હાજરી રહી હતી.
ગપ્પી માછલીઓ મચ્છરનાં લાર્વાનું ખોરાક બનાવીને પ્રાકૃતિક રીતે મેલેરિયાના ફેલાવાને અટકાવવાનું મહત્વનું સાધન છે. આ કાર્યક્રમ દ્વારા ગામના તળાવોમાં જીવલેણ રોગના જંતુઓનો નાશ કરીને નાગરિકોના આરોગ્યને સુરક્ષિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આવી કામગીરી મેલેરિયા નિવારણના દિશામાં એક સકારાત્મક પગલું સાબિત થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!