ડાકોરમાં ગઠિયાએ નિવૃત્ત શિક્ષક સાથે ઓનલાઇન ઠગાઈ

નરેશ ગનવાણી નડિયાદ

ડાકોર શહેરના ગોપાલપુરા વિસ્તારમાં રહેતા ૬૭ વર્ષીય નિવૃત્ત શિક્ષક પિયુષભાઈ મહેતાને ઓનલાઈન ઠગાઈનો ભોગ બન્યા છે. માત્ર ₹૩૫૬ના બૂટનું રિફંડ મેળવવા જતા પિયુષભાઈ રૂ. ૯૯ હજાર ૩૩૧ ગુમાવ્યા છે. આ સમગ્ર ઘટના ટેક્નિકલ ખામી અને ભ્રમજનક કસ્ટમર કેર ફોનના માધ્યમથી બની છે.
પિયુષભાઈએ ૪ જૂને ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પરથી બૂટનું ઓર્ડર આપ્યું હતું અને ૭ જૂને ડિલિવરી મળી હતી. સાઈઝ યોગ્ય ન હોવાથી ૧૦ જૂને ડિલિવરી બોય બૂટ પરત લઈ ગયો. ૧૫ જૂને પિયુષભાઈએ રિફંડ માટે ફ્લિપકાર્ટ વેબસાઈટ પર અરજી કરી.
૧૭ જૂને તેમના મોબાઈલ પર ટેકનિકલ ખામીનો મેસેજ મળ્યો. તે જ દિવસે એક અજાણ્યા શખ્સે પોતાને ફ્લિપકાર્ટનો કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ જણાવી વોટ્સએપ કોલ દ્વારા બેંકની વિગતો માંગીને ઓટીપી મેળવ્યો હતો. થોડી જ વારમાં ત્રણ અલગ અલગ ટ્રાન્ઝેક્શન મારફતે પિયુષભાઈના ખાતેથી રૂ.૯૯ હજાર ૩૩૧ ઉપાડી લેવાયા હતા.
ગઠિયાએ ટેકનિકલ ખામીનું બહાનું આપી પિયુષભાઈને નિશ્ચિંત રાખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ થોડા સમય બાદ છેતરપિંડીનો અહેસાસ થતાં પિયુષભાઈએ તરત જ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબરે ફરિયાદ નોંધાવી. ડાકોર પોલીસે  ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!