આજે દાહોદમાં ૮ કોરોના પોઝીટીવ કેસો સાથે જિલ્લામાં કોરાનો કુલ આંકડો ૧૦૪૮ ને પાર
અનવરખાન પઠાણ / ધ્રૃવ ગોસ્વામી
દાહોદ, તા.ર૪
દાહોદ જિલ્લામાં આજે વધુ ૮ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે કોરોનાનો કુલ આંકડો ૧૦૪૮ ને પાર થવા પામ્યો છે જેમાંથી આજે ૧૯ લોકોએ કોરોના સામે જંગ જીતતા હવે એક્ટીવ કેસ૨૦૪ રહેવા પામ્યા છે અત્યાર સુધી કોરોનાથી કુલ ૫૭ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આજે રેપીટ ટેસ્ટ મળી કુલ ૮ વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા જેમાં (૧) સચિન રમેશચંદ્ર મોઢીયા (ઉવ.૩૬ રહે. પડાવ દાહોદ), (ર) સજનભાઈ ભગાભાઈ કટારા (ઉવ.ર૩ રહે. બાવકા દાહોદ), (૩) મછાર નરેશભાઈ દીતાભાઈ (ઉવ.ર૪ રહે. મછાર ફળીયુ, બંબેલા), (૪) અલ્કાબેન દિનેશભાઈ પરમાર (ઉવ.પ૦ રહે. અમનદીપ એસ દાહોદ), (૫) મુસ્લિમ બુરહાન ઝુમેરવાલા (ઉવ.૩૮ રહે. સ્ટેશન રોડ દાહોદ), (૬) ભાવનાબેન મેહુલકુમાર પરમાર (ઉવ.રર રહે. સરકારી બોરડી, નિશાળ ફળીયુ), (૭) કટારા ગીતાબેન મગનભાઈ (ઉવ.ર૪ રહે. વાંદરીયા કટારા ફળીયુ), (૮) બેરાવત જીગ્નેશ કમલભાઈ (ઉવ.ર૪ રહે. હીમાલા, ગામતળ) આમ, આજના આ ૮ કોરોના પોઝીટીવ દર્દીઓના રહેણાંક વિસ્તારમાં આરોગ્ય તંત્ર દ્વારા સેનેટરાઈઝીંગની કામગીરીમાં જાેતરાઈ ગયા છે.
#Sindhuuday Dahod

