દાહોદ સિંધી સોસાયટી ખાતે સિનિયર સિટીઝન કાર્ડ તથા આયુષ્યમાન કાર્ડ માટે કેમ્પ યોજાયો : ૧૩૦ સિનિયર સિટીઝન કાર્ડ અને ૭૦ પ્લસ ઉંમરના લોકોના વય વંદના યોજના હેઠળ ૩૮ આયુષ્માન કાર્ડની કામગીરી થઇ





દાહોદ તા.૨૩
સરકારશ્રીના આરોગ્ય વિભાગ હેઠળ સિનીયર સીટીઝન માટે આરોગ્યને લઈને વિવિધ લાભો આપવામાં આવે છે, જેમાં જરૂરી સિનીયર સીટીઝન કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ એ આરોગ્ય સંબંધિત આર્થિક સમસ્યામાં નાગરિકોને મદદરૂપ નીવડી રહી છે. જે માટે લાભાર્થીઓ પાસે આ કાર્ડ હોવા ખુબ જ જરૂરી છે.
જે અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા દાહોદ સિંધી સોસાયટી ખાતે વુમનીયા ગ્રુપ, સિંધુ શક્તિ સંગઠન અને શ્રી લાલ સાંઈ ગ્રુપના સહયોગ-સંકલનથી સિનિયર સિટીઝન કાર્ડ તથા આયુષ્યમાન કાર્ડ માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો.
જે દરમ્યાન ૧૩૦ સિનિયર સિટીઝન કાર્ડ કાઢવામાં આવ્યા હતા. તેમજ ૭૦ પ્લસ ઉંમરના લોકોના વય વંદના યોજના હેઠળ ૩૮ આયુષ્માન કાર્ડ કાઢવામાં આવ્યા હતા. આમ, વુમનીયા ગ્રુપ દ્વારા આવા કેમ્પ આગળ પણ કરવામાં આવશે અને તમામના કાર્ડ કાઢવામાં મદદ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

