ફતેપુરા કન્યાશાળામાં શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ

શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તા.૨૪

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મુકામે આવેલ કન્યાશાળામાં આજરોજ તારીખ 24 6 2025 ના રોજ લોકશાહી ઢભે શાળા પંચાયત ની ચૂંટણી કરવામાં આવી.જેમાં શાળાના તમામ સ્ટાફના માર્ગદર્શન હેઠળ ચૂંટણી યોજવામાં આવી,જેમાં મહામંત્રી તરીકે ધોરણ – ૮ ની બાળા ગુડાળા ફરહીનબેન ફારૂકભાઈ બહુમતી થી ચૂંટાઈ આવ્યા,અને ઉપમહામંત્રી તરીકે ગરાસિયા કુમકુમબેન જગજીવનભાઈ ધોરણ ૬ ની બાળા ચૂંટાઈ આવ્યા.શાળાના સિનિયર શિક્ષક શ્રી નારસીંગભાઈ તાવીયાડ એ બાળાઓને લોકશાહી માં ચૂંટણી નું મહત્વ અને તેની પ્રક્રિયા વિશે સમજ આપી.ચૂંટાયેલા મહામંત્રી એ તમામ બાળાઓનો મત આપી વિજેતા બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો.શાળાના આચાર્ય શ્રી દિનેશભાઇ કે પટેલ સાહેબે તમામ શાળા પરિવાર નો આ કામગીરી ને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!