નડિયાદ પાસે બ્રીજ પરથી ગાંજા સાથે એક પુરુષ તથા એક મહિલા ઝડપાયા
નરેશ ગનવાણી નડિયાદ

એક્સપ્રેસ હાઇવે નં-૧ પર આવેલી નડીયાદ નજીકના બ્રીજ પરથી એસ.ઓ.જી. ખેડા-નડીયાદ પોલીસે ૧૯.૦૬૦ કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજા સાથે બે ઈસમોને ઝડપી પાડતા મોટી સફળતા મેળવી છે. આ ગાંજાની બજાર કિંમત આશરે રૂ. ૧,૯૦,૬૦૦/- જેટલી આંકવામાં આવી છે. સાથે સાથે અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂ. ૧ લાખ ૯૮ હજાર ૮૧૦ થાય છે.
એસઓજી પોલીસે બાતમીના આધારે કાર્યવાહી દરમિયાન શેહઝાદખાન ફિરોજખાન પઠાણ રહે. વટવા, અમદાવાદ અને મનીષા સંદિપ પાખરે રહે. જલગાંવ, મહારાષ્ટ્ર નામના બે આરોપીઓ પાસેથી ગાંજાની હેરાફેરી કરતા ઝડપાયા હતા. તેઓ બે અલગ અલગ બેગમાં કુલ ૧૯.૦૬૦ કિલોગ્રામ ગાંજાનું વિતરણ કરવા લઈ જઈ રહ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. ૩ હજાર ૨૧૦ મોબાઇલ ફોન, આધારકાર્ડ, પાન કાર્ડ અને બે બેગ સહિત કુલ રૂ. ૧ લાખ ૯૮ હજાર ૮૧૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાઈ આગળની કાર્યવાહી નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવી છે.

